________________
૧૧ આ શૈલિમાં ચોખ્ખું દેખાય છે કે શ્લોકના તમામે તમામ શબ્દો અન્વય પ્રમાણે લઈને એનો અર્થ આપવામાં આવ્યો છે.
આ તો માત્ર સમજ માટે દૃષ્ટાન્ત આપેલ છે. પણ આ બરાબર ધ્યાનમાં લેવા જેવું છે. જેઓ મૂળગાથાને સામે નથી રાખતા, તેઓ અર્થ કરવામાં ગરબડ કરી બેસે છે. તેઓ મૂળગાથાના શબ્દનો અને એના અર્થરૂપે ટીકામાં લખાયેલા શબ્દનો જુદો જુદો અર્થ કરી બેસે છે. અને પછી મુંઝવાય છે. દા.ત. વર્ધમાના ઘરમતીર્થરાય લખેલું હોય, તો તેઓ અર્થ આ રીતે કરે કે “વધતા એવા છેલ્લા તીર્થકરને.” તેઓ આ વાત ન સમજે કે મૂળ ગાથામાં વર્ધમાનાય શબ્દ લખેલો છે, એનો અર્થ જ ખોલેલો છે કે चरमतीर्थकराय.
વર્ધમાન એટલે છેલ્લા તીર્થકર.
એટલે વાંચન કરનારે મૂળગાથાના શબ્દોને બરાબર પકડી પકડીને જ ચાલવું. અને એ માટે ટીકા વાંચતી વખતે એટલે કે શબ્દ બોલવાની ટેવ બરાબર પાડવી.
દા.ત. નમોડસ્તુ ની જે ટીકા ઉપર આપી છે. એને આ રીતે વાંચવી.
નમ: એટલે નમસ્કાર, તું એટલે ભવતુ.. આ ક્રિયાપદ પ્રાર્થના અર્થમાં છે. વર્ધમાન એટલે છેલ્લા તીર્થકર એ વર્ધમાન કેવા છે ? એ કહે છે કે અર્ધમાનાય સ્પર્ધમાન એટલે સ્પર્ધા કરતા. કોની સાથે સ્પર્ધા કરતા ? એ કહે છે કે ના કર્મ એટલે આઠ પ્રકારના આંતરશત્રુઓ સાથે.
આમાં એટલે શબ્દથી એ ખ્યાલ આવે કે મૂળગાથાના શબ્દનો જ અર્થ કરવામાં આવ્યો છે. એટલે બે ય શબ્દના જુદા-જુદા અર્થ નથી લેવાના. - આ રીતે વાંચવાની અને વંચાવવાની મહેનત કરીએ તો ભલે શરૂઆતમાં વાર લાગે, પણ એમાં શાસ્ત્રવાંચનની પકડ જોરદાર આવી જાય. પછી તો એની મેળે જ ઝડપ વધી જાય. અને એટલે બોલ્યા વિના એની મેળે જ બધું વંચાતું જાય.
(વિરતિદૂતમાંથી ઉદ્ભૂત) . તે સિવાય ટીકામાં ક્યાંક, ક્યાંક છાન્દસ પ્રયોગ, ચ શબ્દ સમુચ્ચયમાં, સુત્ર ત્રિકાળવિષયક શબ્દો વાંચવામાં આવે છે તેનો અર્થ નીચે પ્રમાણે જાણવો.
૧. છાન્દસપ્રયોગ કે આર્ષપ્રયોગ બંને એક જ વાત છે. ભાવાર્થ એક છે, શબ્દાર્થ જુદો છે. છન્દસ = વેદ, વેદમાં આવતા પ્રયોગને છાન્દસ કહેવાય છે. ઋષિએ કરેલા પ્રયોગો તે આર્ષપ્રયોગ કહેવાય છે. આમ તો કોઈપણ છંદ=શ્લોકની રચના કરવી હોય ત્યારે તેના નીતિ-નિયમો સાચવવા પડે પરંતુ મહાપુરુષોને આ નિયમ લાગુ પડતો નથી. તેથી જયારે મૂળગાથામાં છંદાનુશાસન વિગેરેના નિયમોનો ભંગ થતો દેખાય એટલે ટીકાકારો ટીકામાં ખુલાસો કરે કે મૂળગાથા ઋષિઓએ રચેલી હોવાથી એટલે કે આર્ષપ્રયોગ હોવાથી નિયમનો ભંગ થવા છતાં કોઈ દોષ નથી.
૨. ચ નો અર્થ સમુચ્ચય છે – સમુચ્ચયનો અર્થ એ છે કે અમને તક્ષ્મળશ છત:, અહીં રામ જવાની ક્રિયા કરે છે એ જ રીતે જવાની ક્રિયા લક્ષ્મણ પણ કરે છે. ટૂંકમાં એકજાતીય ક્રિયામાં જયારે અનેકનો કર્તા, કર્માદિરૂપે અન્વય દર્શાવવો હોય ત્યારે સમુચ્ચય અર્થમાં ચ નો પ્રયોગ થાય છે.
૩. સૂત્ર ત્રિકાળવિષયક આ રીતે – સૂત્રમાં ભૂતકાળના બનેલા ભાવોનું, ભવિષ્યમાં બનનારા ભાવોનું અને સૂત્રરચના કાળે બનનારા ભાવોનું નિરૂપણ હોય છે. એટલે સૂત્ર ત્રિકાળવિષયક કહેવાય
*