SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ * આવશ્યકનિયુક્તિ – હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) आधाकर्माहृतं च न कल्पते यतीनामिति प्रतिषिद्धः अकृताकारितेनान्नेन निमन्त्रितवान्, राजपिण्डोऽप्यकल्पनीय इति प्रतिषिद्धः सर्वप्रकारैरहं भगवता परित्यक्त इति सुतरामुन्मथितो बभूव, तमुन्मथितं विज्ञाय देवराट् तच्छोकोपशान्तये भगवन्तमवग्रहं पप्रच्छ - कतिविधोऽवग्रह इति, भगवानाह - पञ्चविधोऽवग्रहः, तद्यथा - देवेन्द्रावग्रहः राजावग्रहः गृहपत्यवग्रहः सागारिकावग्रहः 5. સામિળાવગ્રહી, રાના ભરતાધિપો ગૃાતે, ગૃહપતિ:—માઽત્તિો રાખા, સાળારિ:-શય્યાત:, साधर्मिक:- संयत इति एतेषां चोत्तरोत्तरेण पूर्वः पूर्वो बाधितो द्रष्टव्य इति, यथा राजाऽवग्रहेण देवेन्द्रावग्रह बाधित इत्यादि प्ररूपिते देवराडाह-भगवन् ! य एते श्रमणा मदीयावग्रहे विहरन्ति, तेषां मयाऽवग्रहोऽनुज्ञात इत्येवमभिधाय अभिवन्द्य च भगवन्तं तस्थौ, भरतोऽचिन्तयत्-अहमपि स्वैमवग्रहमनुजानामीति, एतावताऽपि नः कृतार्थता भवतु, भगवत्समीपेऽनुज्ञातावग्रहः शक्रं 10 પૃષ્ટવા—મત્તપાનમિમાનીતું અનેન વિધ વામિતિ, વેવાડા—મુળોત્તરાન્ પુનઃવસ્ત્ર, સોચિન્તયત્के मम साधुव्यतिरेकेण जात्यादिभिरुत्तराः ?, पर्यालोचयता ज्ञातं - श्रावका विरताविरतत्वादुणोत्तराः, ત્યારે “આ આધાકર્મી અને અભ્યાહ્નત દોષોથી દુષ્ટ આહાર યતિઓને કલ્પે નહિ” એ રીતે પ્રતિષેધ કર્યો. જેથી ભરતે અકૃત—અકારિત (તેમના માટે નહિ બનાવાયેલા) એવા અન્ન વડે નિમંત્રણ કર્યું (વિનંતી કરી). ત્યારે પણ આ “રાજપિંડ પણ અમને કલ્પે નહિ” એ પ્રમાણે 15 નિષેધ કરતા ભરત “પ્રભુએ સર્વપ્રકારોવડે મને તરછોડ્યો' એ પ્રમાણે અત્યંત આકુલવ્યાકુલ થયો. આકુલવ્યાકુલ થયો છે એમ જાણી ઇન્દ્રે તેના આ કોપની ઉપશાંતિ માટે પ્રભુને અવગ્રહ વિષે પૃચ્છા કરી– “કેટલા પ્રકારનો અવગ્રહ હોય છે ?' પ્રભુએ જવાબ આપ્યો, “પાંચ પ્રકારનો અવગ્રહ હોય છે તે આ પ્રમાણે – ઇન્દ્રનો અવગ્રહ, રાજાનો અવગ્રહ, ગૃહપતિનો અવગ્રહ, સાગારિકનો અવગ્રહ અને સાધર્મિકનો અવગ્રહ. તેમાં 20 રાજા એટલે ભરતરાજા જાણવો. ગૃહપતિ એટલે માંડલિકરાજા, સાગારિક એટલે શય્યાતર (મકાન માલિક) અને સાધર્મિક એટલે સાધુ. તથા આ બધામાં ઉત્તરોત્તર અવગ્રહવડે પૂર્વ–પૂર્વનો અવગ્રહ બાધિત જાણવો. જેમકે, રાજાના અવગ્રહવડે ઇન્દ્રનો અવગ્રહ બાધિત થાય છે (અર્થાત્ ઇન્દ્રે અનુજ્ઞા આપ્યા પછી પણ રાજાની અનુજ્ઞા લેવી પડે જો રાજા અનુજ્ઞા આપે નહિ તો ન ચાલે.) આ રીતે પ્રભુએ કહ્યું ત્યારે ઇન્દ્રે કહ્યું – “પ્રભુ ! જે આ શ્રમણો મારા અવગ્રહમાં વિચરે 25 છે તેઓને મેં અવગ્રહ આપ્યો છે (અર્થાત્ તે ક્ષેત્રોમાં વિચરવાની હું અનુજ્ઞા આપુ છું.) આ પ્રમાણે કહીને પ્રભુને વાંદી ઊભો રહ્યો. ભરતે વિચાર્યું, “હું પણ આ રીતે પોતાના અવગ્રહની અનુજ્ઞા આપુ, એટલાથી પણ મારી કૃતાર્થતા થાઓ.” આ પ્રમાણે વિચારી તેણે ભગવાન પાસે પોતાના અવગ્રહની અનુજ્ઞા સાધુઓને આપી અને પછી ઇન્દ્રને પૂછ્યું, “આ જે ભોજન વિગેરે લવાયા છે તેનું શું કરવું. ?” ત્યારે ઇન્દ્રે કહ્યું “ગુણોમાં અધિક એવાઓની તું ભક્તિ કર.” તેણે વિચાર્યું “સાધુ સિવાય જાતિ વગેરેવડે મારાથી અધિક કોણ હોઈ શકે ?” વિચારતા તેને જણાયું, “વિરતાવિરત (અર્થાત્ દેશિવરતવાળા) હોવાથી શ્રાવકો ગુણોમાં મારાથી અધિક * પ્રતિષિછે. * સ્વાવગ્રહ. 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy