________________
આ બધી પરિસ્થિતિ ધ્યાનમાં આવતા એવું સ્પષ્ટ લાગ્યું કે “સંયમીઓ આનો અભ્યાસ એકંદરે સારામાં સારો કરી શકે, એ માટે એનું વ્યવસ્થિત ભાષાંતર જરૂરી છે.” આજે ઢગલાબંધ સંસ્કૃત-પ્રાકૃતગ્રન્યો ભાષાંતર સહિત બહાર પડે છે. એની પાછળ આ જ બધા કારણો છે.
મારા સહવર્તી મુનિરાજ આર્યરક્ષિત વિજયજીને મેં આ માટે સહેજ પ્રેરણા કરી અને એમણે વડીલોની સંમતિ મેળવીને તરત જ એ કામ સહર્ષ ઉપાડી લીધું. આ કામ ઉપાડ્યાને પણ આજે ત્રણેક વર્ષ થવા આવ્યા છે, ત્યારે આ પ્રથમ બે ભાગ પ્રકાશિત થઈ રહ્યા છે. એનું કારણ એ નથી કે “કામ ધીમી ગતિએ ચાલતું હતું.” પણ એનું કારણ એ છે કે આ કામ અતિશય કપરું હતું.'
દરેકે દરેક પંક્તિઓનો, શબ્દોનો બરાબર અર્થ લખવો જ્યાં ન બેસે ત્યાં બીજા બધા ગ્રન્થો કાઢી એમાંથી એનો અર્થ મેળવવો, છતાંય ન મળે તો વિદ્વાનોને પત્રો દ્વારા પૂછાવવું, એ પત્ર વ્યવહાર પણ ઘણો બધો સમય માંગી લે........ ક્યારેક તો એક-એક પંક્તિ માટે પંદર-પંદર દિવસ સમય નીકળી જાય....આ બધું થયા બાદ જયારે લખાણ સંપૂર્ણ થાય ત્યારે વિદ્વાન સંશોધકને મોકલવું...... એ સંશોધન અનેક કાર્યો વચ્ચે સમય કાઢીને ખૂબ જ ઝીણવટથી બધું સંશોધન કરે, એમાં એમને અમુક પદાર્થો ખોટાઅસંગત લાગે, તો એ બધું લખીને જણાવે એટલે એ પદાર્થો ઉપર ચર્ચાઓ શરૂ થાય...... એ માટે વળી પત્ર વ્યવહાર થાય, જયાં સુધી બંને પક્ષ એકમત ન થાય ત્યાં સુધી છપાવી કેમ શકાય ?.......એમ ઘણી ચર્ચા બાદ પદાર્થ નિશ્ચિત થાય અને એ છપાય...... ક્યાંક વળી પદાર્થ નક્કી ન થાય તો એને માટે વળી નવા નવા વિદ્વાનોને પૂછવું પડે......
આ બધા પછી પણ પ્રેસમાં બધું કંપોઝ થાય, પછી એના એક-બે-ત્રણ મુફ ચેક કરવા પડે. એ પછી બધું સેટીંગ કરવું પડે.....
આવી આવી તો ઢગલાબંધ મહેનત પછી, મુશ્કેલીઓ પછી આ કામ પૂર્ણતાને પામતું હોય છે. એમાં ત્રણ વર્ષ તો પાણીની જેમ વહી જાય, ખબર જ ન પડે. આપણા હાથમાં તો તૈયાર પુસ્તક આવી ગયું, પણ એની પાછળ મુનિરાજે ત્રણ-ત્રણ વર્ષ કેવી અગાધ મહેનત કરી છે, એનો વિચાર પણ કરશું, તો અનંતી વંદના અર્પણ કર્યા વિના નહિ રહીએ. - જેમ ઘરમાં નાના બાળકો તો સવાર-બપોર-સાંજ નાસ્તો-જમણ કરી લેતા હોય છે. ભાવતું હોય તો ખુશ થાય અને ન ભાવે તો મમ્મીને બે-ચાર અપશબ્દો સંભળાવી પણ દે, મમ્મી તો બાલુડાઓ પ્રત્યેના સ્નેથી એ પણ સહન કરી લે, પણ એ બાલુડાઓને ભાન નથી કે “મમ્મી કેટલો બધો ભોગ આપે છે ?' રસોઈ પહેલા અને રસોઈ પછી મમ્મીએ તો કલાકો સુધી રીતસર મજુરી કરવાની હોય છે.
શાક લાવવું-સમારવું-વઘારવું વગેરે, ઘઉં દળાવવા લોટ બાંધવો, રોટલી વણવી, ગેસ પર ઉતારવી વગેરે.... ભોજન વખતે બધું પીરસવું, સમયસર હાજર કરવું.....વગેરે. બધું પતી ગયા બાદ વધેલાનું ઠેકાણું પાડવું, વાસણો ધોવા.....વગેરે. આ બધું ત્રણ ટાઈમ અને રોજેરોજ કરવાનું...... માત્ર ભાણા પર આવીને ભોજન કરી જનારા અજ્ઞાની બાલકો મમ્મીના ભોગને શું સમજે ?
આપણે આવા બાળક છીએ? આ મુનિરાજે ભોજન રૂપી સુંદર પુસ્તક આપણા હાથમાં આપી દીધું છે. એમાંથી ભાવતું હશે એ આપણે ખાશું. પણ ભાષાંતરમાં થોડીક ભૂલો દેખાશે કે તરત ટીકા-ટીપ્પણ કરવા લાગશું કે “આ બરાબર નથી લખ્યું, આ ભૂલ કરી છે. આ ઉતાવળ કરી છે, બે-ચાર જણને પૂછવું