SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અવગ્રહાદિનું કાલ પ્રમાણ (નિ. ૪) તક ૩૩ तस्माद् अग्निसमारम्भोऽनेकसत्त्वव्यापत्तिहेतुः इत्यतो न कार्यः इत्यादिविचारे द्वितीया तृतीयार्थे सप्तम्यर्थे च "व्याख्यातेति। एवमत्रापि सप्तमी प्रथमार्थे द्रष्टव्येति गाथार्थः ॥३॥ इदानीमभिहितस्वरूपाणामवग्रहादीनां कालप्रमाणमभिधित्सुराह 'उग्गह इक्कं समयं ईहावाया 'मुहुत्तमद्धं तु । कालमसंखं संखं च धारणा होई णायव्वा ॥४॥ व्याख्या- तत्र अभिहितलक्षणोऽर्थावग्रहो जघन्यो नैश्चयिकः, स खलु एकं समयं भवतीति संबन्धः, तत्र कालः परमनिकृष्टः समयोऽभिधीयते, स च प्रवचनप्रतिपादितोत्पलपत्रशतव्यतिभेदोदाहरणाद् जरत्पदृशाटिकापाटनदृष्टान्ताच्च अवसेयः, तथा सांव्यवहारिकार्थावહોવાથી અગ્નિનો સમારંભ કરવો જોઈએ નહીં. આ પાઠમાં fણ આ રીતે મૂલગાથામાં દ્વિતીયા વિભક્તિ હોવા છતાં તૃતીયા અને સપ્તમી વિભક્તિના અર્થમાં અગ્નિ શબ્દ જોડ્યો છે. એ જ રીતે 10 ઉપરોક્ત “સ્થાનં ૩ દિifમ..” ગાથામાં “અવગ્રહણ” શબ્દને સપ્તમી હોવા છતાં પ્રથમ વિભક્તિનો અર્થ જોડ્યો છે. તેથી “અર્થોનું અવગ્રહણ એ અવગ્રહ છે” એ પ્રમાણે અર્થ કરવો. tial અવતરણિકા :- આ રીતે અવગ્રહાદિનું સ્વરૂપ બતાવી તેઓનું કાલ પ્રમાણ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : એક સમય પ્રમાણ અર્થાવગ્રહ, ઈહા અને અપાય અર્ધમુહૂર્ત અને ધારણા 15 અસંખ્યાત અને સંખ્યાલંકાલ જાણવી. ટીકાર્ય - કહેવાઈ ગયેલ છે સ્વરૂપ જેનું એવો જઘન્ય અર્થાવગ્રહ નથયિક છે (અર્થાવગ્રહ જઘન્ય–ઉત્કૃષ્ટ બે પ્રકારે છે, તેમાં જઘન્ય જે છે તે નૈૠયિક છે, અને તે એક સમયનો છે. અહીં સમય એટલે પરમનિકૃષ્ટ (અવિભાજય અંશ) એવો કાલ, અને તે અન્ય ગ્રંથમાં કહેવાયેલા કમલપત્રને ભેદવા રૂપ દષ્ટાંતથી અને જીર્ણ સાડીને ફાડવારૂપ દષ્ટાંતથી 20 જાણવો (તે આ પ્રમાણે-કોઈ બળવાન્ પુરૂષ ભાલાની તીક્ષ્ણ ધાર વડે એકસો કમલોના પાંદડાઓને એક સાથે જ ભેદે છે. છેદતી વખતે એક પાંદડાથી બીજા પાંદડે પહોંચતા ભાલાને અસંખ્યસમય પસાર થાય છે એવું જ્ઞાનીઓએ જોયું છે. અથવા અત્યંત જીર્ણ સાડીને ફાડતાં સાડીના એક તંતુ પછી બીજા તંતુને તૂટતા વચ્ચે અસંખ્ય સમય પસાર થાય છે. અહીં જે અવિભાજ્ય અંશરૂપ કાલ છે તેને શાસ્ત્રમાં ‘સમય’ શબ્દથી ઓળખાય છે – 25 તિ-નવતત્ત્વપૂરવૃત્ત. આ દૃષ્ટાન્ત દ્વારા શાસ્ત્રકાર જણાવવા માંગે છે કે જો એક તંતુથી બીજા તંતુ સુધી કે એક પાંદડાથી બીજા પાંદડા સુધી પહોંચતા અસંખ્યસમય જતાં હોય તો એક સમય કેટલો સૂક્ષ્મ હશે ?) તથા સાંવ્યવહારિક અર્થાવગ્રહ (ઉત્કૃષ્ટાર્થાવગ્રહ) અને વ્યંજનાવગ્રહનો દરેકનો અંતર્મુહૂર્તમાત્ર કાલ જાણવો. ५२. ज्ञायतेऽनेन आचाराङ्गव्याख्या श्रीमतां कालात्प्राक्तनीति । ५३. अर्थावग्रहो द्विधा जघन्य 30 उत्कृष्टश्च, आद्यो नैश्चयिक एवेतरः सांव्यवहारिक इति जघन्यो नैश्चयिक इति प्रोचुः, व्याख्यानतो विशेषપ્રતિપત્તિ દિ સંદાનક્ષurfમતિ ચાથાત્ | + ૩૬ (નિ. ૩) મુહુરમતં તુ(વૃ૦) * નીર્થ૦ -દ્દા
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy