SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૩૩૬ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्रथमा, मण्डलीबन्धश्च भवति द्वितीया तु, चारकः छविच्छेदश्च भरतस्य चतुर्विधा नीतिः, तत्र परिभाषणं परिभाषा-कोपाविष्करणेन मा यास्यसीत्यपराधिनोऽभिधानं, तथा मण्डलीबन्धःनास्मात्प्रदेशाद् गन्तव्यं, चारको-बन्धनगृहं, छविच्छेदः-हस्तपादनासिकादिच्छेद इति, इयं भरतस्य चतुर्विधा दण्डनीतिरिति । अन्ये त्वेवं प्रतिपादयन्ति-किल परिभाषणामण्डलिबन्धौ 5 ऋषभनाथेनैवोत्पादिताविति, चारकच्छविच्छेदौ तु माणवकनिधेरुत्पन्नौ इति, भरतस्य-चक्रवर्तिन एवं चतुर्विधा नीतिरिति गाथार्थः ॥३॥ ___ अथ कोऽयं भरत इत्याह-ऋषभनाथपुत्रः, अथ कोऽयं ऋषभनाथ इति तद्वक्तव्यताऽभिधित्सयाऽऽह-नाभी गाहा । अथवा प्रतिपादितः कुलकरवंशः, इदानीं प्राक्सूचितेक्ष्वाकुवंशः प्रतिपाद्यते स च ऋषभनाथप्रभव इत्यतस्तद्वक्तव्यताऽभिधित्सयाऽऽह - नाभी विणीअभूमी मरुदेवी उत्तरा य साढा य । राया य वइरणाहो विमाणसव्वट्ठसिद्धाओ ॥१७०॥ गमनिका-इयं हि नियुक्तिगाथा प्रभूतार्थप्रतिपादिका, अस्यां च प्रतिपदं क्रियाऽध्याहार: कार्यः, स चेत्थम्-नाभिरिति नाभिनाम कुलकरो बभूव, विनीता भूमिरिति-तस्य विनीताभूमौ આ પ્રમાણે છે – તેમાં પરિભાષણા એટલે ગુસ્સો પ્રકટ કરવાવડ જઈશ નહીં” એ પ્રમાણે 15 અપરાધીને કહેવું, મંડળીબંધ એટલે “આ પ્રદેશથી તારે જવું નહીં” એ પ્રમાણે કહેવું, (હાલ જેને નજરકેદ કહે છે, તેવું જણાય છે.) ચારક એટલે બંધનગૃહ કેદખાનું, છવિચ્છેદ = હાથ,પગ, નાસિકાદિનો છેદ કરવો. આ પ્રમાણે ભરત મહારાજાને ચાર પ્રકારની દંડનીતિ હતી. કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે – પરિભાષણા અને મંડળીબંધ આ બે નીતિ ઋષભનાથવડે જ ઉત્પન્ન કરાઈ. જ્યારે ચારક અને છવિચ્છેદ માણવકનિધિમાંથી ઉત્પન્ન થઈ. આ રીતે 20 ભરત ચક્રવર્તીને ચાર પ્રકારની નીતિ હતી. || ભા. ૩ અવતરણિકા : આ ભરત કોણ હતો ? તેનો ઉત્તર આપે છે – ભરત ઋષભનાથનો પુત્ર હતો. આ ઋષભનાથ કોણ હતા ? આવી શંકા સામે ઋષભનાથની વક્તવ્યતાને કહેવાની ઇચ્છાથી આગળની નામ... ગાથા કહે છે, અથવા (આગળની નામી ગાથાની બીજી રીતે સંબંધ બતાવે છે) કુલકરવંશ કહ્યો, હવે પૂર્વે કહેલ ઇક્વાકુવંશનું પ્રતિપાદન કરે છે, અને તે 25 ઇક્વાકુવંશ ઋષભનાથથી ઉત્પન્ન થયો. તેથી ઋષભનાથની વક્તવ્યતાને કહે છે ? ગાથાર્થ : નાભિ–વિનીતાભૂમિ – મરુદેવી – ઉત્તરાષાઢા નક્ષત્ર – વેરનાભરાજા – સર્વાર્થસિદ્ધવિમાન. ટીકાર્થ: આ નિર્યુક્તિગાથા પુષ્કળ અર્થોનું પ્રતિપાદન કરનારી છે અને આ ગાથામાં દરેક પદ માટે ક્રિયાપદ અધ્યાહારથી (દરેક પદ સાથે જે ક્રિયાપદ બંધબેસતુ હોય તેને તે પદ સાથે 30 બહારથી લાવી જોડવું તે અધ્યાહાર કહેવાય.) સમજી લેવું. તે આ પ્રમાણે – નાભિ શબ્દથી નાભિનામના કુલકર હતા. તેમનું વિનીતાભૂમિમાં પ્રાય: અવસ્થાન હતું. મરુદેવી તેમની પત્ની * પ્રતિપાઃ |
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy