________________
૨૭૮ ની આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) ताए समं संपओगो भवेज्जा ?, ण याणामित्ति भणित्ता गतो । सो य सागरचंदो तं सोऊण णवि आसणे णवि सयणे धितिं लभति, तं दारियं फलए लिहंतो णामं च गिण्हतो अच्छति, णारदोऽवि कमलामेलाए अंतिअं गतो, ताएवि पुच्छिओ-किंचि अच्छेरयं दिठ्ठपुव्वंति, सो
भणति-दुवे दिवाणि, रूवेण सागरचंदो विरूवत्तणेण णभसेणओ, सागरचंदे मुच्छिता णहसेणए 5 विरत्ता, णारएण समासासिता, तेण गंतुं आइक्खितं-जहा इच्छतित्ति । ताहे सागरचंदस्स माता
अण्णे अ कुमारा आदण्णा मरइत्ति, संबो आगतो जाव पेच्छति सागरचंदं विलवमाणं, ताहे णेण पच्छतो ठाइऊण अच्छीणि दोहिवि हत्थेहि छादिताणि, सागरचंदेण भणितं-कमलामेलति, संबेण भणितं-णाहं कमलामेला, कमलामेलोऽहं, सागरचंदेण भणितं-आमं तुमं चेव मम
હજુ પરણાવેલી નથી).” સાગરચંદ્રે પૂછ્યું, “મારો તેની સાથે સંપ્રયોગ કેવી રીતે થશે ?” 10 નારદે કહ્યું, “હું જાણતો નથી.” એમ કહી નારદમુનિ ચાલતા થયા. આ વાત સાંભળી સાગરચંદ્ર
આસન ઉપર કે પલંગ ઉપર ધૃતિ પામતો નથી. (અર્થાત ચેનથી બેસી શકતો નથી કે સૂઈ શકતો નથી) આખો દિવસ પાટિયા ઉપર તેણીનું નામ લખી તેનું ધ્યાન ધરતો અને તેના નામની માળા ગણતો કાળ પસાર કરે છે.
બીજી બાજુ નારદ પણ કમલામેલાની પાસે ગયો. કમલામેલાએ પણ પૂછ્યું “ભગવદ્ ! 15 કંઈ અપૂર્વ આશ્ચર્ય તમે જોયું.” નારદે કહ્યું, “બે આશ્ચર્ય જોયા છે એક રૂપવાનું સાગરચંદ્ર અને
કુરૂપી એવો નભસેન.” આ સાંભળી કમલામેલા સાગરચંદ્રને વિષે મોહિત થઈ અને નભસેન વિષે વિરક્ત થઈ. નારદે કમલામેલાને આશ્વાસન આપતાં કહ્યું, “હું તેની સાથે તારો ભેટો કરાવીશ.” નારદે ત્યાંથી નીકળી સાગરચંદ્ર પાસે આવી કહ્યું, “કમલામેલા તને ઈચ્છે છે.” આ
સાંભળી સાગરચંદ્ર વધુ વિયોગના દુ:ખસાગરમાં ડૂળ્યો આ જોઈ તેની માતા અને અન્ય કુમારો 20 પણ દુઃખી થયા. “આ રીતે તો સાગરચંદ્ર મરી જશે” એમ વિચાર્યું. એકવાર ત્યાં શાંબુકુમાર
આવ્યો. વિલાપ કરતા સાગરચંદ્રને જુએ છે. અને પાછળથી આવી પોતાના બંને હાથો વડે સાગરચંદ્રની આંખો ઢાંકે છે. તે જ વખતે સાગરચંદ્ર બોલી ઉઠે છે, “કમલામેલા” આ સાંભળી શાંબ કહે છે “હું કમલામેલા નથી, કમલામેલો (અર્થાત્ કમલામેલા સાથે મેળાપ કરાવી આપનાર) છું.” સાગરચંદ્રે કહ્યું, “હા, સાચી વાત છે તમે જ મને અવશ્ય નિર્મલ કમલોના જેવી આંખોવાળી
५. तया समं संप्रयोगो भवेत् ?, न जानामीति भणित्वा गतः । स च सागरचन्द्रः तत् श्रुत्वा नाप्यासने नापि शयने धृतिं लभते, तां दारिकां फलके लिखन् नाम च गृह्णन् तिष्ठति, नारदोऽपि कमलामेलाया अन्तिकं गतः, तयाऽपि पृष्टः, किञ्चिदाश्चर्यं दृष्टपूर्वमिति, स भणति-द्वे दृष्ट रूपेण सागरचन्द्रः विरूपतया नभ:सेनः, सागरचन्द्रे मूर्छिता, नमःसेने विरक्ता, नारदेन समाश्वासिता, तेन
गत्वाऽऽख्यातं-यथेच्छतीति, तदा सागरचन्द्रस्य माता अन्ये च कुमारा: खिन्ना म्रियत इति, शाम्ब आगतो 30 यावत्प्रेक्षते सागरचन्द्रं विलपन्तं, तदाऽनेन पश्चात्स्थित्वा अक्षिणी द्वाभ्यामपि हस्ताभ्यां छादिते, सागरचन्द्रेण
भणितं-कमलामेलेति, शाम्बेन भणितं- नाहं कमलामेला कमलामेलोऽहं, सागरचन्द्रेण भणितं-ओम् त्वमेव मां
25.