SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલવાદ : ૭ - तत्रैतत्स्यात्, इदं मङ्गलत्रयं शास्त्राद्भिन्नमभिन्नं वा ?, यदि भिन्नमतः शास्त्रममङ्गलं, तद्भेदान्यथानुपपत्तेः, अमङ्गलस्य च सतोऽन्यमङ्गलशतेनापि मङ्गलीकर्तुमशक्यत्वात् तन्मङ्गलोपन्यासवैयर्थ्य , तदुपादानेऽनिष्ठा वा, यथा प्रागमङ्गलस्य सतः शास्त्रस्य मङ्गलमुक्तम्, एवं मङ्गलान्तरमप्यभिधातव्यम्, आद्यमङ्गलाभिधानेऽपि तदमङ्गलत्वात्, इत्थं पुनरप्यभिधातव्यमित्यतोऽनिष्ठेति । अथाभिन्नम्, एवं सति शास्त्रस्यैव मङ्गलत्वात् अन्यमङ्गलो- 5 पादानानर्थक्यमेव, अथ मङ्गलभूतस्याप्यन्यन्मङ्गलमुपादीयत इति, एवं सति तस्याप्यन्यदुपादेयमित्यनवस्थानुषङ्ग एव, अथानवस्था नेष्यत इति मङ्गलाभावप्रसङ्गः, कथम् ? यथा मङ्गलात्मकस्यापि सतः शास्त्रस्य अन्यमङ्गलनिरपेक्षस्यामङ्गलता', एवं मङ्गलस्याप्यन्य मङ्गलशून्यस्य, इत्यतो मङ्गलाभाव इति । શંકા : (તત્રંતસ્થા–આ વિષયમાં કોઈક વ્યક્તિને આ થાય અર્થાત આગળ બતાવતી શંકા 10 થાય) આ મંગલત્રય શાસ્ત્રથી જુદા છે કે શાસ્ત્રરૂપ છે ? જો એ શાસ્ત્રથી જુદા છે તો શાસ્ત્ર અમંગલરૂપ સાબિત થાય, કારણ કે તàચથીનુપત્તેિ =મંગલથી શાસ્ત્રનો ભેદ શાસ્ત્રને અમંગલ માન્યા વિના ઘટે નહીં (આશય એ છે કે મંગલથી અભિન્ન વસ્તુ મંગલરૂપ જ હોય અને તમે શાસ્ત્રને મંગલથી ભિન્ન કહો છો તેથી શાસ્ત્ર અમંગલ જ બને.) અને સેકડો અન્ય મંગલો કરવા છતાં પણ અમંગલ વસ્તુ એ મંગલરૂપ બની શકે નહીં. તેથી શાસ્ત્રમાં મંગલત્રયનો ઉપન્યાસ 15 નિરર્થક છે. અથવા શાસ્ત્રમાં મંગલનું ઉપાદાન કરવાથી અનિષ્ઠા (અનવસ્થા) ઉભી થાય છે તે આ રીત, પૂર્વે અમંગલ એવા શાસ્ત્રમાં તમે મંગલ કહ્યું. તે કહેવા છતાં શાસ્ત્ર અમંગલરૂપ હોવાથી અન્ય મંગલ પણ કહેવું પડશે. એમ ત્રીજી વાર, ચોથી વાર પણ મંગલ કહેવારૂપ અનવસ્થા ઊભી થાય છે. - હવે જો તમે એમ કહેશો કે મંગલત્રય શાસ્ત્રથી અભિન્ન છે તો તો શાસ્ત્ર જ મંગલરૂપ બની જવાથી અન્ય મંગલોનું ગ્રહણ નિરર્થક બની જાય છે. છતાં જો એમ કહો કે, “શાસ્ત્ર મંગલરૂપ હોવા છતાં અન્ય મંગલ ગ્રહણ કરવામાં આવે છે” તો પછી તે મંગલનું પણ મંગલ કરવું જોઈએ એમ અનવસ્થાની આપત્તિ આવશે અને આ અનવસ્થા જો તમે માન્ય નહીં રાખો તો કોઈ વસ્તુ મંગલરૂપ બનશે નહીં, કારણ કે જેમ મંગલરૂપ એવું પણ શાસ્ત્ર જો અન્ય 25 મંગલથી શૂન્ય છતું અમંગલરૂપ બને તેમ મંગલ પણ મંગલથી શૂન્ય છતું અમંગલ બની જાય. આમ, કોઈ વસ્તુ મંગલરૂપ બનશે નહીં. 20 ___७८. मङ्गलभेदवत्त्वस्य । ७९. न पर्यवसानम् । ८०. शास्त्रस्य । ८१. मङ्गलरूपस्याप्यन्यन्मङ्गलकरणे। ८२. मूलक्षयकरीति (अन्यद्वितीयमङ्गलकरणाभावात् )। ८३. कृतस्य । ८४. द्वितीयेति । ૮૫. દિતીયRUTTમાવત્ ! ૮૬. રાત્રે સંપન: | * મન્નમૂતચાપ ૨-૪ | + નં ૨-૪-૬ / 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy