________________
૨૬૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तक्कवेलत्ति, सा पडिभणति-जहा तुझं सज्झायवेलत्ति, ततो साहू उवउंजिऊण मिच्छामिदुक्कडं भणति, देवताए अणुसासिओ-मा पुणो एवं काहिसि, मा मिच्छाद्दिट्ठियाए छलिहिज्जिसि, एस अणणुओगो, काले पढियव्वं तो अणुओगो भवति ॥३॥
___ इदानीं वचनविषयं दृष्टान्तद्वयमननुयोगानुयोगयोः प्रदर्श्यते-तत्र प्रथमं बधिरोल्लापोदाहरणम्5 ऍगंमि गामे बहिरकुडुंबयं परिवसति, थेरो थेरी य, ताणं पुत्तो तस्स भज्जा, सो पुत्तो हलं वाहेति,
पथिएहिं पंथं पुच्छितो भणति-घरजायगा मज्झ एते बइल्ला, भज्जाए य से भत्तं आणीयं, तीसे कथेति जहा-बइल्ला सिंगिया, सा भणति-लोणितमलोणितं वा, माताए ते सिद्धयं, सासूए कहियं, सा भणति-थूल्लं वा बरडं वा थेरस्स पोत्तं होहिइ, थेरं सद्दावेइ, थेरो भणइ-पिउं ते
શું આ છાસ વેચવાનો સમય છે ?) તે દેવતા પ્રત્યુત્તર આપે છે. – “જેવો તમારો સ્વાધ્યાયકાળ 10 એવો મારો છાસનો કાળ” (અર્થાત્ શું તમારો આ સ્વાધ્યાય કરવાનો સમય છે ?) ત્યારે સાધુ
ઉપયોગ મૂકી જુએ છે કે આ તો સ્વાધ્યાયકાળ પૂર્ણ થઈ ગયો છે. મિચ્છામિ દુક્કડે માંગે છે. ત્યારે દેવતા હિતશિક્ષા આપે છે કે “બીજીવાર આવું કરતા નહીં, નહીં તો મિથ્યાદ્રષ્ટિદેવો તમને હેરાન કરશે.” અહીં સાધુનો અકાળે સ્વાધ્યાય એ અનનુયોગ છે. કાળે સ્વાધ્યાય કરવો તે
અનુયોગ છે. III 15 ( ૪) હવે વચનસંબંધી બે દષ્ટાંતો અનુયોગ–અનનુયોગમાં બતાવે છે. અર્થાત્ વચનના
અનુયોગ–અનનુયોગમાં બે દષ્ટાંત બતાવે છે, તેમાં પ્રથમ “બહેરાનો આલાપ' એ ઉદાહરણ કહે છે – એક ગામમાં બહેરું કુટુંબ રહેતું હતું. ડોસો, ડોસી, પુત્ર અને પુત્રવધૂ (આ ચારે બહરા હતા) એકવાર ખેતરમાં પુત્ર હલ ચલાવી રહ્યો હોય છે. બાજુમાંથી પસાર થતાં મુસાફરોએ
પુત્રને માર્ગ પૂછયો. (પુત્રને લાગ્યું આ લોકો મારા બળદ માટે પૂછતાં લાગે છે એટલે) પુત્ર 20 જવાબ આપ્યો કે “ઘરમાં ઉત્પન્ન થયેલા મારા આ બે બળદો છે.”
પત્ની તેના માટે ભક્તપાન લઈને આવી. પતિએ પત્નીને કહ્યું – “અરે ! સાંભળે છે આપણા આ બળદોને શિંગડા ઊગ્યાં છે.” (પત્નીને લાગ્યું ભોજન અંગે કંઈક પૂછે છે. એટલે પત્નીએ જવાબ આપ્યો કે “ભોજનમાં મીઠું નાંખ્યું છે કે નથી નાંખ્યું તે મને ખબર નથી ભોજન તમારી માતાએ રાંધ્યું છે.” પત્નીએ ઘરે આવી સાસુને મીઠા સંબંધી વાત કહી.
ત્યારે સાસુ રૂ કાંતતી હતી. તે બોલી – “સ્થૂલ હોય કે રૂક્ષ હોય આ રૂમાંથી ડોસાનું વસ્ત્ર
८७. तक्रवेलेति, सा प्रतिभणति-यथा तव स्वाध्यायवेलेति, ततः साधूरूपयुज्य मिथ्या मे दुष्कृतं भणति, देवतयाऽनुशिष्टः-मा पुनरेवं कार्षीः, मा मिथ्यादृष्ट्या चीच्छलः, एषोऽननुयोगः, काले पठितव्यं तदाऽनुयोगो भवति । ८८. एकस्मिन् ग्रामे बधिरकुटुम्बकं परिवसति, स्थविर: स्थविरा च, तयोः पुत्रः तस्य
भार्या, स पुत्रो हलं वाहयति, पथिकैः पन्थानः पृष्टो भणति-गृहजातौ ममैतौ बलीवर्दी, भार्यया च तस्य 30 भक्तमानीतं, तस्यै कथयति यथा-बलीवर्दी शृङ्गितौ, सा भणति-लोणितं ( सलवणं ) अलोणितं वा, मात्रा
ते साधितं, श्वश्र्वै कथितं, सा भणति-स्थूलं वा रूक्षं वा स्थविरस्य पोतिका भविष्यति, स्थविरं शब्दयति, स्थविरो भणति-पिबामि( शपथः ) ते
25