SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર અને અનુયોગના એકાર્થિકનામો (નિ. ૧૩૦) ક ૨૫૯ शिवस्येति, तथा प्रगतं अभिविधिना जीवादिषु पदार्थेषु वचनं प्रावचनं, प्रवचनं तु पूर्ववत् । उक्तः प्रवचनविभागः, इदानीं सूत्रविभागोऽभिधीयते-तत्र सूचनात् सूत्रं, तन्यतेऽनेनास्मादस्मिन्निति वा अर्थ इति तन्त्रं, तथा ग्रथ्यतेऽनेनास्मादस्मिन्निति वाऽर्थ इति ग्रन्थः, पठनं पाठः पठ्यते वा तदिति पाठः पठ्यते वाऽनेनास्मादस्मिन्निति वा अभिधेयमिति पाठः, व्यक्तीक्रियत इति भावार्थः, तथा शास्यतेऽनेनास्मादस्मिन्निति वा ज्ञेयमात्मनेति वा शास्त्रं, एकाथिकानीति पुनरभिधानं 5 सामान्यविशेषयोः कथञ्चिद्भेदख्यापनार्थमिति गाथार्थः ॥१३०॥ तृतीयगाथाव्याख्या-सूत्रस्यार्थेन अनुयोजनमनुयोगः, अथवा अभिधेये व्यापार: सूत्रस्य योगः, अनकलोऽनुरूपो वा योगोऽनयोगः, यथा घटशब्देन घटोऽभिधीयते. तथा नियतो निश्चितो वा योगो नियोगः, यथा घटशब्देन घट एवोच्यते न पटादिरिति, तथा भाषणात् भाषा, व्यक्तीकरणमित्यर्थः, यथा घटनात् घटः, चेष्टावानर्थो घट इति, विविधा भाषा विभाषा, 10 पर्यायशब्दैः तत्स्वरूपकथनं, यथा घट: कुट: कुम्भ इति, वार्तिकं त्वशेषपर्यायकथनमिति शेषं (શોધવું) તે માર્ગ, પ્ર = પ્રગત (રહેલું) આ = અભિવિધિવડે (સંપૂર્ણ રીતે) જીવાદિ પદાર્થોમાં રહેલ વચન તે પ્રવચન, અર્થાત્ જીવાદિ પદાર્થોમાં સંપૂર્ણ રીતે વ્યાપ્ત એવું પ્રધાન વચન તે પ્રવચન. પ્રવચન શબ્દનો અર્થ પૂર્વે કરેલ જ છે. પ્રવચનવિભાગ કહેવાઈ ગયો. હવે સૂત્રવિભાગ કહેવાય છે. તેમાં સૂત્ર એટલે જે સૂચન કરે છે, જેનાવડે, જેનાથી !5 અથવા જેને વિષે અર્થ કહેવાય = વિસ્તારાય તે તંત્ર, જેનાવડે, જેનાથી કે જેને વિષે અર્થ ગૂંથાય તે ગ્રંથ, ભણવું તે પાઠ, જે ભણાય તે પાઠ અથવા જેના વડે, જેનાથી કે જેને વિષે અર્થ કહેવાય તે પાઠ, જેના વડે, જેનાથી કે જેમાં (જે હોતે છતે) આત્માવડ શેયપદાર્થ જણાય તે શાસ્ત્રમૂળગાથામાં ‘એકાર્થિકાનિ’ એ પ્રમાણે જે ફરીવાર જણાવ્યું છે તે સામાન્ય અને વિશેષમાં કથંચિદુ ભેદ રહેલ છે એવું જણાવવા માટે કહ્યું છે (અર્થાત્ પ્રવચન અને સૂત્ર વચ્ચે કથંચિત ભેદ 20 હોવાથી પ્રવચનના એકાર્થિક અને સૂત્રના એકાર્થિક એમ જુદું જુદું કહ્યું.) II૧૩ ll ત્રીજી ગાથાની વ્યાખ્યા : સૂત્રનું અર્થ સાથે જ જોડાણ તે અનુયોગ અથવા અભિધેયને વિષે (અર્થમાં) સૂત્રનો વ્યાપાર તે યોગ અને અનુકૂળ કે અનુરૂપ જે યોગ તે અનુયોગ, જેમકે ‘ઘટ’ એવા શબ્દથી ઘટે કહેવાય છે, અર્થાત્ ઘટશબ્દનો તેના અભિધેય એવા ઘટરૂપ પદાર્થમાં વ્યાપાર કરવો તે અનુયોગ કહેવાય છે. તથા નિયત અથવા નિશ્ચિતયોગ તે નિયોગ. જેમકે ‘ઘટ’ 25 શબ્દથી ઘટ જ કહેવાય છે, પટાદિ નહીં. (આ રીતે શબ્દનો અર્થની સાથે નિશ્ચિત યોગ તે નિયોગ.) તથા વ્યક્ત કરવું એનું નામ ભાષા, જેમકે ઘટનાત્ = પાણીને ધારણ કરતો હોવાથી ઘટ અર્થાતુ પાણીને ભરવારૂપ ચેષ્ટાવાળો પદાર્થ ઘટ કહેવાય છે. આ રીતે પ્રગટ કરવું તે ભાષા, વિવિધ એવી જે ભાષા તે વિભાષા અર્થાત્ પર્યાયવાચી શબ્દો વડે પદાર્થનું સ્વરૂપ કહેવું જેમકે, 30 ઘટ, કુંભ, કુટ વગેરે, તથા વાર્તિક એટલે સંપૂર્ણપર્યાયોનું કથન. મૂળગાથાના શેષ શબ્દાર્થ સુગમ જ છે. આ ગાથાનો સમુદાયાર્થ કહ્યો. અવયવાર્થ દરેક દ્વારમાં પછી કહેશે.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy