________________
દેશ-સર્વવિરતિના લાભાલાભનું કારણ (નિ. ૧૧૦) ૨ ૨ ૨૯ ते अप्रत्याख्यानाः, सर्वनिषेधवचनोऽयं नञ् द्रष्टव्यः, अप्रत्याख्याना एव नामधेयं येषां ते तथाविधाः तेषामुदये सति, किम् ?-सम्यग्दर्शनलाभं, भव्या लभन्ते इति शेषः, अयं च वाक्यशेषो विरताविरतिविशेषणे तुशब्दसंसूचितो द्रष्टव्यः, तथा चाह-विरमणं विरतं तथा न विरतिः अविरतिः विरतं चाविरतिश्च यस्यां निवृत्तौ सा तथोच्यते, देशविरतिरित्यर्थः, तां विरताविरतिं न तु लभन्ते, तु शब्दात् सम्यग्दर्शनं तु लभन्ते इति गाथार्थः ॥१०९॥ 5
तइयकसायाणुदए पच्चक्खाणावरणनामधिज्जाणं ।
देसिक्कदेसविरई चरित्तलंभं न उ लहंति ॥११०॥ व्याख्या-सर्वविरतिलक्षणतृतीयगुणघातित्वात् क्षपणक्रमाद्वा तृतीयाः, 'कषायाः' पूर्ववत्, तृतीयाश्च ते कषायाश्चेति समासः; कषायाः क्रोधादय एव चत्वारस्तेषां 'उदय' इति पूर्ववत्, किंविशिष्टानां ?-आवृण्वन्तीत्यावरणाः, प्रत्याख्यानं सर्वविरतिलक्षणं तस्यावरणा: प्रत्याख्यानावरणाः 10 प्रत्याख्यानावरणय एव नामधेयं येषां ते तथाविधास्तेषां । आह-नन्वप्रत्याख्याननामधेयानामुदये न प्रत्याख्यानमस्तीत्युक्तं, नञा प्रतिषिद्धत्वात्, इहापि च आवरणशब्देन प्रत्याख्यानप्रतिषेधात् क एषां प्रतिविशेष इति, उच्यते, तत्र नञ् सर्वनिषेधवचनो वर्त्तते, इह पुन: आङो मर्यादेषदर्थवचनत्वात् ईषन्मर्यादया वाऽऽवृण्वन्तीत्यावरणाः, ततश्च सर्वविरतिनिषेधार्थ एवायं वर्त्तते न देशविरतिनिषेधे
અહીં ‘અ'કાર સર્વનિષેધને જણાવનારો છે. અર્થાત અપ્રત્યાખ્યાનમાં પ્રત્યાખ્યાનનો સર્વ 15 નિષેધ થાય છે. અપ્રત્યાખ્યાન એ જ નામ છે જેનું તે અપ્રત્યાખ્યાનનામધેય કહેવાય. અર્થાત અપ્રત્યાખ્યાન નામના કષાયો. ‘વિરતાવિરતિ’ – પાપથી અટકવું તે વિરત તથા પાપથી ન અટકવું તે અવિરતિ, તેથી વિરત અને અવિરતિ છે જે નિવૃત્તિમાં તે વિરતાવિરતિ અર્થાત દેશવિરતિ. /૧૦૯મી
ગાથાર્થ : પ્રત્યાખ્યાનાવરણ નામના ત્રીજા કષાયના ઉદયમાં (જીવો) દેશવિરતિ પામે છે 20 પણ સર્વવિરતિ પામતા નથી.
ટીકાર્થ : સર્વવિરતિરૂપ ત્રીજાગુણનો ઘાત કરનાર હોવાથી અથવા ક્ષપકશ્રેણીમાં ત્રીજા નંબરે આ કષાયોનો ક્ષય થતો હોવાથી આ કષાયો ત્રીજા નંબરે આવે છે. કષાય અને ઉદય શબ્દનો અર્થ પૂર્વે બતાવ્યો. તથા આવરણ કરે = ઢોકે તે આવરણ, સર્વવિરતિરૂપ પચ્ચક્ખાણનું આવરણ તે પ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ નામ છે જેનું તે પ્રત્યાખ્યાનાવરણકષાયો. 25
શંકા : અપ્રત્યાખ્યાનાવરણકષાયોના ઉદયમાં પ્રત્યાખ્યાન હોતું નથી એવું તમે પૂર્વે કહ્યું કારણ કે “અ” શબ્દથી સર્વ પ્રત્યાખ્યાનનો નિષેધ કર્યો હતો. અને અહીં પણ આવરણ શબ્દથી પ્રત્યાખ્યાનનો પ્રતિષેધ હોવાથી બંને કષાયોમાં ફરક શું રહ્યો ?
સમાધાન : પૂર્વે “અપ્રત્યાખ્યાન' શબ્દમાં રહેલ “અ” શબ્દ સર્વનિષેધ જણાવનાર છે. જયારે અહીં “આવરણ' શબ્દમાં રહેલો “આ” શબ્દ ઈષદ્ અને મર્યાદાના અર્થવાળો હોવાથી 30 કંઈક અથવા મર્યાદાથી ઢાંકે તે આવરણ. આવો અર્થ હોવાથી અહીં “આ” શબ્દ સર્વવિરતિનો