SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધાદિના ક્ષયમાં જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ (નિ. ૧૦૪) मत्यादिज्ञानत्रयमपि, तथा सामायिकचतुष्टयमपि, तथा केवलस्य भावः कैवल्यं घातिकर्मवियोग " इत्यर्थः, तस्मिन् ज्ञानं कैवल्यज्ञानं, 'कैवल्ये सति' अनेन ज्ञानग्रहणेनाज्ञानिप्रकृतिमुक्तपुरुषप्रतिपादनपरनयमतव्यवच्छेदमाह, ( ग्रन्थाग्रं २००० ) तत्र 'बुद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयते' इति वचनात् प्रकृतिमुक्तस्य च बुद्ध्यभावात् ज्ञानाभाव इति, तस्य लाभ :- प्राप्तिः, कथं ? - 'कषायाणां' क्रोधादीनां क्षये सति 'नान्यत्र' नान्येन प्रकारेण, इह च छद्मस्थवीतरागावस्थायां 5 कषायक्षये सत्यपि अक्षेपेण कैवल्यज्ञानाभावे ज्ञानावरणक्षयानन्तरं च भावेऽपि कषायक्षयग्रहणं वस्तुतो मोहनीयभेदकषायाणामत्र प्राधान्यख्यापनार्थमिति, कषायक्षय एव सति निर्वाणं भवति, तद्भावे त्रयाणामपि सम्यक्त्वादीनां क्षायिकत्वसिद्धेः । आह— एवं तर्हि यदादावुक्तं श्रुतज्ञानेऽपि મન:પર્યવજ્ઞાન પણ અને સમ્યક્ત્વાદિ ચાર સામાયિક પણ ક્ષાયોપમિક છે. કેવલનો ભાવ તે કૈવલ્ય અર્થાત્ ઘાતિકર્મોનો વિયોગ. તેની હાજરીમાં જે જ્ઞાન થાય તે કૈવલ્યજ્ઞાન અર્થાત્ ઘાતિકર્મોનો 10 વિયોગ થયા પછી જે જ્ઞાન પ્રગટ થાય તે કૈવલ્યજ્ઞાન કહેવાય. અહીં ‘કૈવલ્યની હાજરીમાં જે જ્ઞાન' આ પ્રમાણે કહેવાથી જે લોકો ‘પ્રકૃતિ(કર્મ)થી મુક્ત થયા પછી જ્ઞાનના અભાવવાળો પુરુષ થાય છે' એવું પ્રતિપાદન કરે છે તે (સાંખ્ય) નયમતનો વ્યવચ્છેદ કહ્યો છે, કારણ કે તેઓનું છે કે બુદ્ધિવડે જણાયેલ અર્થને પુરુષ જાણે છે.’ આવા પ્રકારની તેમની માન્યતાથી આ વાત સાબિત થાય છે કે પ્રકૃતિથી (કર્મોથી) જીવ જ્યારે મુક્ત થાય ત્યારે બુદ્ધિનો અભાવ થાય 15 કારણ કે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેથી પ્રકૃતિ જશે એટલે બુદ્ધિનો પણ અભાવ થશે) અને બુદ્ધિનો અભાવ થવાથી પુરુષને જ્ઞાનનો પણ અભાવ થાય. તેથી પ્રકૃતિથી મુક્તપુરુષ અજ્ઞાની બની જાય છે. જ્યારે જૈનમત એ છે કે ઘાતિકર્મોનો વિયોગ થાય (એમની ભાષામાં પ્રકૃતિનો વિયોગ થાય) ત્યારે જીવને વિશિષ્ટજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનનો અભાવ થતો નથી. આમ ‘કૈવલ્યની હાજરીમાં જે જ્ઞાન' આવું કહેવાથી ઉપરોક્ત મતનો વ્યવચ્છેદ થાય છે. 20 કૈવલ્યજ્ઞાનનો લાભ=પ્રાપ્તિ ક્યારે થાય ? ક્રોધાદિ કષાયોનો ક્ષય થયા પછી જ. તેના વિના આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જો કે છદ્મસ્થવીતરાગાવસ્થામાં (૧૨મે ગુણ.) કષાયક્ષય થવા છતાં તરત કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી અને જ્ઞાનાવરણનો ક્ષય થયા (૧૩મે ગુણ.) પછી તરત જ પ્રાપ્ત થાય છે. તેથી ‘જ્ઞાનાવરણનો ક્ષય થયા પછી' એમ કહેવાને બદલે ‘કષાયનો ક્ષય થયા પછી જે કહ્યું તે મોહનીયના ભેદરૂપ કષાયોનું અહીં પ્રાધાન્ય દેખાડવા માટે કહ્યું છે. માનવુ (શંકા : કષાયોની પ્રધાનતા કેવી રીતે ?) ૨૧૫ 25 સમાધાન : કષાયોનો ક્ષય થાય તો જ નિર્વાણ પ્રાપ્ત થાય છે અને કષાયક્ષયની વિદ્યમાનતામાં જ સમ્યક્ત્વાદિ ત્રણે ક્ષાયિકરૂપે થાય છે. તેથી કષાયક્ષયની પ્રધાનતા છે. શંકા : જો કષાયક્ષયમાં જ મોક્ષ પ્રાપ્ત થવાનો હોય તો પૂર્વે ગાથામાં જે કહ્યું ‘શ્રુતજ્ઞાનમાં 3 વર્તતો જીવ મોક્ષ પામતો નથી. જો તે તપઃસંયમાત્મકયોગથી શૂન્ય હોય'' તેમાં ४८. आदिनाऽवधिमनः पर्यवौ । ४९. सर्वकषायक्षये केवलज्ञानदर्शनचारित्राणि, क्षायिकसम्यक्त्वं तु देशकषायक्षयेऽपि भवति, तेनात्र तदा कषायक्षयस्य सामान्यतः परामर्श: ★ केवलभावः.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy