SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સૌ સાથે મળી કરીએ શ્રુતનો સમુધ્ધાર જિનશાસનમાં સૌથી મહત્ત્વનું સ્થાન છે જિનમંદિર અને જિનાગમ. જિનમંદિર માટે આજે ચારેબાજુ જાગૃતિ સારી છે, પરંતુ જિનાગમ માટેની જાગૃતિ અલ્પ પ્રમાણમાં છે. સાંભળ્યું છે કે જૈનસંઘના અનેક જ્ઞાનભંડારોમાં હસ્તલિખિત પ્રતો પડેલી છે જે પ્રતોની એકાદ નકલ જ છે. પૂર્વેના મહાપુરુષોએ મહેનત કરીને આગમના દોહન સ્વરૂપ ગ્રંથોની રચના કરી હતી. પરંતુ તેની અનેક નકલો નષ્ટ થઈ ગઈ છે. પૂ. આ. હરિભદ્રસૂરિ, પૂ. મહોપાધ્યાય યશોવિજય મ. સા. આદિના ગ્રંથો અત્યંત અલ્પ પ્રમાણમાં જ આજે ઉપલબ્ધ છે. તે તે ગ્રન્થોને આજની લીપીમાં લીપ્યાંતર કરવાની ખૂબ જ જરૂર છે. તથા જે પ્રાચીન ગ્રંથો છે તેનું સંશોધન કરવાની તાતી જરૂર છે. તે માટે જ્ઞાનખાતાની રકમો પણ ઘણી મળી શકે તેમ છે પરંતું આ બધાનું સંકલન જરૂર છે. તે માટે શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા દ્વારા લીપ્યાંતર અને સંશોધન કાર્ય શરુ કરેલ છે. જે વ્યક્તિઓને હસ્તલેખન, લીપ્યાંતર અને સંશોધન કાર્યમાં રસ હોય તેઓએ નીચેના સરનામે પત્ર લખવા વિનંતી છે. તથા જૈનસંઘમાં આગવું સ્થાન સાધુ-સાધ્વીજી ભગવંતોનું તેઓને દીક્ષા આપ્યા બાદ પઠન-પાઠનની વ્યવસ્થા પુરતી થાય તે માટે સ્થાને-સ્થાને તપોવન, સાધુ-સાધ્વીજી ભગવંતોની પાઠશાળા શરૂ કરી | કરવાની ભાવના છે. તેથી જે ક્ષેત્રમાં આવા વિદ્યાપીઠોની જરૂર હોય તે ક્ષેત્રસંબંધી માહિતી તમારા તરફથી અમને પ્રાપ્ત થાય એવી આપ સૌ પાસે આશા રાખીએ છીએ. તથા આવી વિદ્યાપીઠો માટે આપશ્રીના પરિચિત વર્ગમાં જેમણે પોતાની લક્ષ્મીનો સદ્વ્યય કરવાની ભાવના હોય તેઓએ નીચેના સરનામે સંપર્ક કરવો. તપોવન સાધુ-સાધ્વી વિધાપીઠ પ્રેરણાદાતા : પૂ.પં. પ્રવર ચંન્દ્રશેખર વિજયજી મ.સા. માં સંયોજક : પૂ. મુનિશ્રી જિતરક્ષિત વિજયજી મ.સા. , • શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કાર પીઠ,મુ. અમીયાપુર, પોસ્ટ સુઘડ, તા.જી. ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન : (૦૭૯) ૨૯૨૮૯૭૩૮, ૩૨૫૧૨૬૪૮,
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy