SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) 'गणहरा निपुणा निगुणा वा' आह-शब्दमेवार्थप्रत्यायक अर्हन् भाषते, न तु साक्षादर्थं, गणभृतोऽपिच शब्दात्मकमेव श्रुतं ग्रनन्ति, कः खल्वत्र विशेष इति, उच्यते, गाथा संबन्धाभिधान एव विहितोत्तरत्वात् यत्किञ्चिदेतत् । ॥१२॥ ___ आह-तत्पुनः सूत्रं किमादि किंपर्यन्तं कियत्परिमाणं को वाऽस्य सार इति, उच्यते सामाइयमाईयं सुयनाणं जाव बिन्दुसाराओ । तस्सवि सारो चरणं सारो चरणस्स निव्वाणं ॥१३॥ व्याख्या-सामायिकमादौ यस्य तत्सामायिकादि, श्रुतं च तज्ज्ञानं च श्रुतज्ञानं 'यावद्विन्दुसाराद्' इति बिन्दुसारं यावत् बिन्दुसारपर्यन्तमित्यर्थः, यावच्छब्दादेव तु द्व्यनेकद्वादशभेदं, 'तस्यापि' श्रुतज्ञानस्य ‘सार:' फलं प्रधानतरं वा, चारश्चरणं भावे ल्युट्प्रत्ययः, चर्यते वा अनेनेति 10 चरणं, परमपदं गम्यत इत्यर्थः, सारशब्दः प्रधानफलपर्यायो वर्त्तते, अपिशब्दात् सम्यक्त्वस्यापि सारश्चरणमेव, अथवा व्यवहितो योगः, तस्य श्रुतज्ञानस्य सारश्चरणमपि, अपिशब्दात् निर्वाणमपि, શંકા : અર્થને જણાવનાર એવા શબ્દોને અરિહંતો કહે છે પરંતુ સાક્ષાત અર્થોને નહીં અને ગણધરો પણ શબ્દાત્મક શ્રુતને જ રચે છે તો બંનેમાં તફાવત શું રહ્યો ? સમાધાન : પૂર્વની ગાથાના સંબંધમાં જ = અવતરણિકામાં જ આ શંકાનું સમાધાન કહી 15 દેવામાં આવ્યું છે. (તે એ કે અરિહંતો થોડું જ કહે છે, જે ગણધરો જ સમજી શકે છે. જયારે ગણધરો, સાધારણ માણસ પણ સમજી શકે એ માટે વિસ્તારથી સૂત્ર રચે છે.) l૯રા અવતરણિકા : શંકા : આ શ્રુતની શરૂઆત ક્યાંથી થાય છે અને તેનો અંત ક્યાં થાય છે? અને આ શ્રત કેટલું છે ? અને તેનો સાર શું છે ? 9 ગાથાર્થ : સામાયિકથી લઈને બિંદુસાર સુધી આ શ્રુતજ્ઞાન છે તેનો સાર ચારિત્ર છે અને 20 આ ચારિત્રનો સાર મોક્ષ છે. ટીકાર્થ : સામાયિક એ છે આદિમાં જેને તે સામાયિકાદિ; શ્રત એવું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન, બિંદુસાર (ચૌદમું પૂર્વ) સુધીનું શ્રુતજ્ઞાન.આશય એ છે કે શ્રુતજ્ઞાન સામાયિકથી લઈ બિંદુસાર સુધીનું છે. ‘માવત્' શબ્દથી તે શ્રુતજ્ઞાન અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ બે પ્રકારનું છે. તેમાં અંગબાહ્ય અનેક પ્રકારનું અને અંગપ્રવિષ્ટ આચારાંગાદિ ભેદથી બાર પ્રકારનું છે. તે શ્રુતજ્ઞાનનો 25 સાર એટલે કે ફલ અથવા શ્રુતજ્ઞાનથી પ્રધાનતર ચારિત્ર છે. જેનાવડે જવાય તે ચારિત્ર અર્થાત જેનાવડે પરમપદ તરફ જવાય તે ચારિત્ર. સાર શબ્દ પ્રધાન અને ફલ અર્થમાં છે. તેથી શ્રુતજ્ઞાનનું ફલ અથવા શ્રુતજ્ઞાનથી પ્રધાન ચારિત્ર છે એવો અર્થ પ્રાપ્ત થાય છે. શ્રુતજ્ઞાનસ્થાપિ' અહીં “અપિ” શબ્દથી એટલું જાણવું કે સમ્યક્ત્વનું પણ ફલ ચારિત્ર જ છે. અથવા “અપિ” શબ્દ અન્ય સ્થાને ( ચારિત્રની પછી) જોડવો. તેથી શ્રુતજ્ઞાનનું ફલ ચારિત્ર 30 + થાર્થસંવન્યા
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy