________________
અરિહંતો અર્થ કહે છે, ગણધરો સૂત્ર રચે છે. (નિ. ૯૨) # ૨૦૧ आह-तीर्थकरभाषितान्येव सूत्रं, गणधरसूत्रीकरणे तु को विशेष इति, उच्यते, स हि भगवान् विशिष्टमतिसंपन्नगणधरापेक्षया प्रभूतार्थमर्थमात्रं स्वल्पमेव अभिधत्ते, न त्वितरजनसाधारणं ग्रन्थराशिमिति, अंत आह
अत्थं भासइ अरहा सुत्तं गंथंति गणहरा निउणं ।
सासणस्स हियट्ठाए तओ सुत्तं पवत्तइ ॥१२॥ गाथेयं प्रायो निगदसिद्धैव, चालनीप्रत्यवस्थानमात्रं त्वभिधीयते-कश्चिदाह-अर्थोऽनभिलाप्यः, तस्य अशब्दरूपत्वात्, अतस्तं कथमसौ भाषत इति, उच्यते, शब्द एव अर्थप्रत्यायनकार्यत्वाद् उपचारतः खलु अर्थ इति, यथा आचारवचनत्वाद् आचार इत्यादि, 'निपुणं' सूक्ष्मं बह्वर्थं च, नियतगुणं वा निगुणं, सन्निहिताशेषसूत्रगुणमितियावत्, पाठान्तरं वा
અવતરણિકા : શંકા : તીર્થકરોવડે બોલાયેલ પદાર્થો જ સૂત્રરૂપે થાઓ. ગણધરો શા માટે 10 સૂત્રરચના કરે છે ? અથવા તીર્થકરોવડે બોલાયેલ વચનો જ ગણધરો સૂત્રરૂપે રચે છે તેમાં વિશેષ ભેદ શું છે ?
સમાધાન : તે ભગવાન વિશિષ્ટમતિસંપન્ન ગણધરોની અપેક્ષાએ પ્રભૂત અર્થવાળા સ્વલ્પપદાર્થોને જ કહે છે અર્થાત્ પ્રભુ ઘણું ઓછું બોલે છે. પણ સામાન્યજનને સમજાય એ રીતે વિસ્તારથી કહેતા નથી. તેથી ગણધરો સામાન્યજનને યોગ્ય થાય એ રીતે સૂત્ર રચના કરે છે. 15 આ જ વાતને કહે છે ?
ગાથાર્થ : અરિહંતો અર્થને કહે છે. ગણધરો શાસનના હિત માટે સૂક્ષ્મ અર્થોને કહેનારા સૂત્રની રચના કરે છે. ત્યારથી સૂત્ર પ્રવર્તે છે.
ટીકાર્થ : આ ગાથા પ્રાયઃ ઉચ્ચાર કરવા માત્રથી જ સમજાઈ જાય એવી છે તેથી ચાલના (પ્રશ્નો અને પ્રત્યવસ્થાન (ઉત્તર) માત્ર જ બતાવશું.
શંકા : અર્થ એ શબ્દરૂપે ન હોવાથી અનભિલાખ = કહેવા યોગ્ય નથી તેથી અરિહંતો અર્થને કહે છે એવું કેમ કહેવાય ?
સમાધાન : શબ્દ પોતે અર્થના બોધરૂપ કાર્ય(ફળ)વાળો છે, અર્થાત્ અર્થના બોધનું કારણ છે તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી શબ્દ પોતે જ અર્થ તરીકે કહેવાય છે. જેમ કે આચારને દર્શાવનાર વચન આચાર જ કહેવાય છે. આ સૂત્ર પોતે નિપુણ છે અર્થાત સૂક્ષ્મ પદાર્થોને જણાવનારું 25 અને ઘણા અર્થોવાળું છે અથવા ચોક્કસ ગુણોવાળું છે અર્થાત્ સારી રીતે સ્થાપિત કર્યા છે સંપૂર્ણ સૂત્રના ગુણો જેમાં એવું આ સૂત્ર છે અથવા નિપુણ શબ્દ ગણધરોના વિશેષણ તરીકે ક્યાંક જોડેલો છે તેથી અર્થ આ પ્રમાણે કરવો ગણધરો સૂક્ષ્માર્થને જોનારા = કહેનારા હોવાથી નિપુણ છે અથવા ગણધરો સમસ્ત ગુણોવાળા હોવાથી નિયતગુણવાળા અથવા નિગુણવાળા છે. * ગત વર, તલૅવાદ + તિર્થે I A ચીનન !
30
20