SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અમિતજ્ઞાની વિગેરે વિશેષણોનું પ્રયોજન (નિ. ૮૦) છેક ૧૭ पराक्रमत्वमन्तरेणैव कैश्चित् हिरण्यगर्भादीनामनादिविवक्षितभगयोगोऽभ्युपगम्यत इति, उक्तं च "ज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः । થઈ રૈવ થHશ, સિદ્ધ સંતુષ્ટયમ્ ?” इत्यादि, अकात्मवादव्यवच्छेदार्थं वा । अमितं-अपरिमितं ज्ञेयानन्तत्वात् केवलं, अमितं ज्ञानं एषामित्यमितज्ञानिनः। आह-येऽनुत्तरपराक्रमास्तेऽमितज्ञानिन एव नियमेन, क्रोधादिंपरिक्षयोत्तर- 5 कालभावित्वाद् अमितज्ञानस्येति, उच्यते, सत्यमेतत्, किं तु क्लेशक्षयेऽप्यमितज्ञानानभ्युपगमप्रधाननयवादनिरासार्थत्वाद् उपन्यास इति, तथा चाहुरेके "सर्वं पश्यतु वा मा वा, इष्टमर्थं तु पश्यतु ।। ___ कीटसङ्घयापरिज्ञानं, तस्य न: क्वोपयुज्यते ? ॥१॥ इत्यादि", स्वसिद्धान्तप्रसिद्धच्छद्मस्थ-वीतरागव्यवच्छेदार्थं वा । तथा तरन्ति स्म भवार्णवमिति तीर्णास्तान् 10 तीर्णान् तीर्त्वा च भवौघं 'सुगतिगतिगतान्' तत्र सर्वज्ञत्वात्सर्वदर्शित्वाच्च निरुपमसुखभागिनः હિરણ્યગર્ભાદિ વ્યક્તિઓને અનાદિ વિવક્ષિત ભગ માનેલો છે તેમના મતમાં કહ્યું છે કે, “જે જગત્પતિને ચાર વસ્તુ સહસિદ્ધ (અનાદિ) છે, અપ્રતિઘ = નહીં હણાયેલું જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્યા અને ધર્મ ૧” આવા લોકોને શિષ્યો તીર્થકર તરીકે ન માને તે માટે “અનુત્તરપરાક્રમી’ વિશેષણ મૂકેલ છે. અથવા ‘આત્મા અકર્તા છે.” એવું બોલનારા (સાંખ્યો)નું ખંડન કરવા માટે 15 આ વિશેષણ છે, અર્થાત્ આન્તરશત્રુઓનો નાશ કરવારૂપ ક્રિયાનો કર્તા આત્મા છે.” એવું જણાવવા આ વિશેષણ છે. ‘અપરિમિયનાણી’ તેમાં ય અનંત હોવાથી જ્ઞાન પણ અનંત છે જેઓનું તે અમિતજ્ઞાનીઓને હું વંદન કરું છું. શંકા : આવું અમિતજ્ઞાન એ ક્રોધાદિનો ક્ષય થયા પછી પ્રગટ થતું જ હોવાથી ‘અનુત્તરપરાક્રમી’ વિશેષણ દ્વારા જ અમિતજ્ઞાની કહેવાઈ જ જાય છે તો “અમિતજ્ઞાની' વિશેષણ 20 શા માટે મૂક્યું ? સમાધાન : તમારી વાત સત્ય છે છતાં પણ ક્રોધાદિક્લેશનો ક્ષય થવા છતાં જે બૌદ્ધો અને મીમાંસકો અમિતજ્ઞાનને સ્વીકારતાં નથી એવા તે નયવાદનો નિરાસ કરવા આ વિશેષણ મૂક્યું છે. બૌદ્ધો કહે છે કે, “સર્વ વસ્તુ જુએ કે ન જુએ, ઇષ્ટ સર્વને જુઓ (તે ઘણું છે) તેનું કીડાઓની સંખ્યાઓનું જ્ઞાન અમને ક્યાં ઉપયોગી છે. I/૧” આવું કહેવા દ્વારા તેઓ અમિતજ્ઞાની 25 = સર્વજ્ઞ માનતાં નથી. અથવા પોતાના સિદ્ધાન્તમાં (જૈનસિદ્ધાન્તમાં) પ્રસિદ્ધ એવા છબસ્થવીતરાગ (૧૧-૧૨માં ગુણસ્થાનવાળા)નો વ્યવચ્છેદ કરવા આ વિશેષણ છે, અર્થાત્ અરિહંતો છસ્થવીતરાગ નથી, પણ સર્વજ્ઞ છે. તથા સંસારસમુદ્રને જે તરી ગયા છે તે તીર્ણ છે તેવા સંસારસમુદ્રને તરીને સુગતિગતિને પામેલા તીર્થકરોને વાંદુ છું. તેમાં સુગતિ તરીકે સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી નિરૂપમસુખને ભજનારા 30 સિદ્ધો જાણવા. તેઓની ગતિ તે સુગતિગતિ આવો અર્થ કરવાથી તિર્યંચ, નારક, નર અને દેવની + વિક્ષયો !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy