SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તભાવોપક્રમમાં દૃષ્ટાન્ત (નિ. ૭૯) वि सं व कूडे विरहंमि अ कारणं पुच्छे ॥२॥ frayच्छिण भणिओ गुरुणा गंगा कओमुही वहड़ 21 संपाइयवं सीसो जह तह सव्वत्थ कायव्वं ||३||" इत्यादि । ૧૬૫ સફેદ કહે તો પણ તેમનું તે વચન શિષ્ય ખોટું કહે નહીં, પરંતુ કોઈ ન હોય ત્યારે તેનું કારણ પૂછે ॥૨॥ રાજાવડે પૂછાયેલા ગુરુવડે શિષ્ય કહેવાયો કે ગંગા કઈ દિશામાં વહે છે ? ત્યારે 65 શિષ્યે ગુરુના કહ્યા પ્રમાણે જેમ કર્યું તેમ કરવા યોગ્ય છે IIII = (ત્રીજી ગાથાનો ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે કન્યકુબ્જનામના નગરમાં આચાર્ય સાથે વાતચીત કરતાં કોઈક રાજાવડે કહેવાયું “મારા રાજપુત્રો અત્યંત વિનયવાળા છે.” આચાર્યે કહ્યું “સાધુઓ જેવા વિનયવાળા કોઈ ન હોય.” વિનયવાન્ કોણ ? એ બાબતમાં વિવાદ થતાં આચાર્યે કહ્યું “તમારા સર્વોત્કૃષ્ટવિનયગુણવાળા રાજપુત્રની અને અમારો જે સાધુ 10 તમને અવિનીત લાગે તે સાધુની પરીક્ષા આપણે કરીયે” રાજાએ આ વાતનો સ્વીકાર કર્યો. વિનીત તરીકે પ્રસિદ્ધ એવા રાજપુત્રને બોલાવવામાં આવ્યો અને કહ્યું “ગંગાનો પ્રવાહ કઈ દિશામાંથી કઈ દિશા તરફ વહે છે ? તે તું શોધી લાવ.” રાજપુત્રે કહ્યું, “એમાં શોધવાનું શું ? ગંગાનો પ્રવાહ પૂર્વદિશા તરફ વહે છે એ વાત નાના બાળકને પણ ખબર છે.” રાજાએ કહ્યું “શું તું અહીં જ ઊભો દલીલબાજી કરીશ કે જઈને નિરીક્ષણ કરીશ ? આ સાંભળી રાજપુત્ર 15 મનમાં ખેદ કરતો બહાર નીકળ્યો. નગરના દ્વાર પાસે પહોંચ્યો. ત્યારે મિત્રે તેને પૂછ્યું– “હે મિત્ર ! ક્યાં ચાલ્યો ?' રાજપુત્રે ગુસ્સામાં જવાબ આપ્યો “જંગલમાં રોઝડાઓને લવણનું દાન કરવા જઉં છું.’’ મિત્ર આ સાંભળી સમજી ગયો. તેથી શાંતિથી બધી વાત પૂછી. રાજપુત્ર પાસેથી સઘળી વાત સાંભળ્યા પછી કહ્યું – “ગંગાકિનારે જવાની શું જરૂર છે ? પિતાને જઈને કહી દે, “હું જોઈને આવ્યો, 20 ગંગા પૂર્વાભિમુખ વહે છે.” રાજપુત્રે આ પ્રમાણે કર્યું. પરંતુ તેની પાછળ મોકલેલા ગુપ્તચરે રાજપુત્રની સઘળી વાત રાજાને કરી. — હવે સાધુનો વારો આવ્યો. રાજાને જે અવિનીત સાધુ લાગ્યો તેની પરીક્ષા કરવાનું આચાર્યને કહેતાં, આચાર્યે શિષ્યને કહ્યું – “જા, જોઈ આવ ગંગા કઈ દિશામાં વહે છે ?” શિષ્યે વિચાર્યું કે “ગુરુ પણ આ વાત જાણે છે કે ગંગા પૂર્વાભિમુખ વહે છે છતાં મને જોવા કહ્યું છે તેથી નક્કી 25 આમાં કોઈક પ્રયોજન હોવું જોઈએ.” આમ વિચારી જ્યાં ગંગા વહેતી હતી ત્યાં આવી ગંગાનો પ્રવાહ જોયો, પછી બીજાઓને પૂછીને પણ ખાતરી કરી તથા સૂકા તણખલાદિને પ્રવાહમાં વહન કરાવવાવડે પણ નિશ્ચિત કરી શિષ્ય ગુરુ પાસે આવી જવાબ આપ્યો કે “આવા આવા કારણોથી મેં નિર્ણય કર્યો છે કે ગંગા પૂર્વાભિમુખ છે, છતાં આપ કહો તે પ્રમાણ.' પાછળથી ગુપ્તચરે પણ સઘળી વાત કરી જેથી રાજા વિલખો પડ્યો. આમ દરેક શિષ્યએ વર્તવું જોઈએ.) ૧૪. તથાપિ = તસ્ય (વચન) નૈવ છૂટયેત્, વિહે = વાનળ પૃચ્છેત્ ॥રા ગૃપવૃoન મળિતો गुरुणा गङ्गा कुतोमुखी वहति ? । संपादितवान् शिष्यो यथा तथा सर्वत्र कार्यम् ॥३॥ ( विशेषावश्यके गाथा: ૧૨-૧૩૨-૧૨૪) 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy