SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) 1 प्राथम्यमस्येति । अस्य च महापुरस्येव चत्वार्यनुयोगद्वाराणि भवन्ति । अनुयोगद्वाराणीति कः शब्दार्थः ?, अनुयोगोऽध्ययनार्थः, द्वाराणि तत्प्रवेशमुखानीति, यथा हि अकृतद्वारं नगरमनगरमेव भवति, कृतैकद्वारमपि च दुरधिगमं कार्यातिपत्तये च कृतचतुर्मूलद्वारं प्रतिद्वारानुगतं सुखाधिगमं कार्यानतिपत्तये च, एवं सामायिकपुरमपि अर्थाधिगमोपायद्वारशून्यमशक्याधिगमं भवति, 5 एकद्वारानुगतमपि च दुरधिगमं भवति, सप्रभेदचतुर्द्वारानुगतं तु सुखाधिगमं इत्यतः फलवान् द्वारोपन्यासः । तानि च अमूनि - उपक्रमो १ निक्षेपो २ऽनुगमो ३ नय ४ इति । तत्र शास्त्रस्य उपक्रमणं उपक्रम्यतेऽनेनास्मादस्मिन्निति वा उपक्रमः, शास्त्रस्यन्यासदेशानयनमित्यर्थः । तथा निक्षेपणं निक्षिप्यतेऽनेनास्मादस्मिन्निति वा निक्षेपः न्यासः स्थापनेति पर्याया: । एवमनुगमनं अनुगमः अनुगम्यते वाऽनेनास्मादस्मिन्निति वाऽनुगमः, सूत्रस्यानुकूलः परिच्छेद इत्यर्थः । एवं 10 नयनं नीयते वाऽनेनास्मादस्मिन्निति वा नयः, वस्तुनः पर्यायाणां संभवतोऽधिगम इत्यर्थः । आहઆ સામાયિકાધ્યયનના, મહાનગરને જેમ ચાર દિશામાં દરવાજા હોય તેમ ચાર અનુયોગદ્વારો છે. અનુયોગદ્વાર એટલે શું ? ઉત્તર – અનુયોગ એટલે અધ્યયનનો અર્થ અને દ્વાર એટલે તે અર્થમાં પ્રવેશવાના દરવાજા અર્થાત્ એ અર્થને જાણવાના ઉપાયો. જેમ દરવાજા વિનાનું નગર એ નગર જ નથી. અથવા એક દ્વારવાળું નગર પણ. લોકોની અવર—જવર 15 દુ:ખેથી થવાને કારણે કાર્યના નાશ માટે થાય છે. પરંતુ નાના—નાના પ્રતિદ્વારોથી યુક્ત એવા ચાર મોટા દરવાજાવાળું નગર, સુખેથી અવર–જવર થવાને કારણે કાર્યના નાશ માટે થતું નથી, તેમ સામાયિકરૂપી નગર પણ અર્થના જ્ઞાનના ઉપાયોરૂપ દ્વારથી રહિત છતું જાણી ન શકાય તેવું થાય છે અને એક દ્વારથી યુક્ત થયેલું છતું પણ દુ:ખેથી જાણી શકાય તેવું થાય છે, જ્યારે પેટાભેદોથી યુક્ત ચારદ્વારોવાળું થયેલું છતું સુખેથી જાણી શકાય તેવું હોવાથી અહીં જે દ્વારોનો 20 ઉપન્યાસ કર્યો છે તે ફલવાન્ છે. તે દ્વારો આ પ્રમાણે છે ૧. ઉપક્રમ ૨. નિક્ષેપ ૩. અનુગમ ૪. નય. તેમાં ઉપક્રમ એટલે શાસ્ત્રનું નજીક લાવવું. અથવા જેનાવડે, જેનાથી કે જે હોતે છતે શાસ્ત્ર ઉપક્રમાય છે = નજીક લવાય છે તે ઉપક્રમ અર્થાત્ દૂર રહેલ શાસ્ત્રાદિ વસ્તુને તે તે પ્રતિપાદન કરવાના પ્રકારોવડે નિક્ષેપ કરવા યોગ્ય કરવું તે ઉપક્રમ. અહીં ન્યાસદેશાનયન એટલે નિક્ષેપ કરવા નજીક 25 લાવવુંયોગ્ય કરવું. તથા નિક્ષેપણ એટલે નિક્ષેપ, અથવા જેનાવડે, જેનાથી કે જે હોતે છતે નિક્ષેપ કરાય છે તે નિક્ષેપ અર્થાત્ નામાદિ ભેદોવડે સ્થાપના કરવી. આ જ પ્રમાણે અનુગમન=વ્યાખ્યાન કરવું અથવા જેનાવડે, જેનાથી કે જે હોતે છતે વ્યાખ્યાન કરાય તે અનુગમ અર્થાત્ સૂત્રની અનુકૂળ=અનુસરતી વ્યાખ્યા. તેમજ નયન=બોધ કરવો અથવા જેના વડે, જેનાથી કે જે હોતે છતે વસ્તુનો બોધ થાય તે નય અર્થાત્ વસ્તુના ઘણા પર્યાયોમાંથી સંભવિત એવા 30 પર્યાયનો બોધ કરવો તે નય. ૬. પ્રતિપાવનપ્રજારા: | ૭. ગુરુવાયોગ:। ૮. વિનીતવિનેયવિનય:। ૧. શુશ્રૂષા । + તદ્દારો૦ + નાસ્તીમ્ । * શાસ્ત્રસ્ય ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy