________________
૧૪૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) षोडश राजसहस्राणि 'सर्वबलेन' हस्त्यश्वरथपदातिसंकुलेन सह शृङ्खलानिबद्धं 'अंछंति' देशीवचनात् आकर्षन्ति वासुदेवं 'अगडतटे' कूपतटे स्थितं सन्तं, ततश्च गृहीत्वा शृङ्खलामसौ वामहस्तेन 'अंछमाणाणं' ति आकर्षतां भुञ्जीत विलिम्पेत वा अवज्ञया हृष्टः सन्, मधुमथनं ते न शक्नुवन्ति आक्रष्टुमिति वाक्यशेषः ।।
चक्रवर्तिनस्त्विदं बलं-द्वौ षोडशकौ, द्वात्रिंशदित्येतावति वाच्ये द्वौ षोडशकावित्यभिधानं चक्रवर्त्तिनो वासुदेवाद् द्विगुणद्धिख्यापनार्थं, राजसहस्त्राणीति गम्यते, सर्वबलेन सह शृङ्खलानिबद्धं आकर्षन्ति चक्रवर्त्तिनं अगडतटे स्थितं सन्तं गृहीत्वा शृङ्खलामसौ वामहस्तेन आकर्षतां भुञ्जीत विलिम्पेत वा, चक्रधरं ते न शक्नुवन्ति आक्रष्टुमिति 'वाक्यशेषः ।
यत् केशवस्य तु बलं तद्विगुणं भवति चक्रवर्तिनः, 'ततः' शेषलोकबलाद् ‘बला' 10 बलदेवा बलवन्तः, तथा निरवशेषवीर्यान्तरायक्षयाद् अपरिमितं बलं येषां तेऽपरिमितबला:, क
एते ?-जिनवरेन्द्राः, अथवा ततः-चक्रवर्तिबलाद् बलवन्तो जिनवरेन्द्राः, कियता बलेनेति, आह-अपरिमितबला इति । एता हि कर्मोदयक्षयक्षयोपशमसव्यपेक्षाः प्राणिनां लब्धयोऽवसेया કૃતિ | ૭૨-૭૨-૭૩-૭૪-૭૫ છે
બતાવાય છે– હસ્તિ, અશ્વ, રથ, સૈનિકાદિના સમૂહથી યુક્ત એવા સોળ હજાર રાજાઓ 15 સાંકળથી બાંધેલા (વાસુદેવના ડાબા હાથે સાંકળ બાંધેલી હોવાથી) અને કૂવાના કાંઠે ઊભા
રહેલા વાસુદેવને ખેંચે છે. બીજી બાજુ વાસુદેવ પોતાના ડાબા હાથે બાંધેલી સાંકળ સાથે (સૈનિકોથી યુક્ત રાજાવડે) ખેંચાવા છતાં અવજ્ઞાથી ખુશ થતો અર્થાત્ એ તરફ ઉપેક્ષા કરતો હસતા હસતા ભોજન કરે અથવા વિલેપન કરે તો પણ વાસુદેવને રાજાઓ ખેંચવા સમર્થ બનતા
નથી. (મધુમથન = વાસુદેવ) li૭૧-૭૨ 20 હવે ચક્રવર્તિનું બળ કહે છે – અહીં “બત્રીસહજાર' કહેવાને બદલે ‘બે સોળ' એમ જે
કહ્યું, તે વાસુદેવ કરતા ચક્રવર્તિને દ્વિગુણ ઋદ્ધિ હોય છે એમ જણાવવા કહ્યું છે. આ બત્રીસ હજાર રાજાઓ સર્વ સૈન્ય સાથે સાંકળથી બાંધેલા, કૂવાની પાળે ઊભેલા ચક્રવર્તીને ખેંચે, ત્યારે ચક્રવર્તી ડાબા હાથે સાંકળ પકડીને ભોજન કરે કે વિલેપન કરે, તો પણ તે બધા ચક્રવર્તીને ખેંચી શકતા
નથી. ૭૩-૭૪ll 25 કેશવનું જે બળ, તેના કરતા ચક્રવર્તીનું દ્વિગુણ બળ હોય છે. તથા તેનાથી = સામાન્ય પ્રજા
કરતા બળદેવો બળવાન હોય છે. સંપૂર્ણવર્યાન્તરાયનો ક્ષય થવાથી અપરિમિત બળ છે જેઓનું તે અપરિમિત બળવાળા જિનવરેન્દ્રો = તીર્થકરો હોય છે. (અહીં તત: શબ્દથી ઉપસ્થિત ચક્રવર્તી લઈએ તો અનન્વય થાય ક.કે. ચક્રવર્તી કરતાં બળદેવ બળવાનું નથી. અનુપસ્થિત શેષલોક લઈએ
તો ગૌરવ થશે. એટલે “અથવા' કરીને જુદી રીતે અર્થ કરે છે.) અથવા [ તતઃ=] ચક્રવર્તીનાં બળથી 30 ( અહીં ‘વતા' શબ્દને પંચમી વિભક્તિ જાણવી.) પણ વધુ બળવાન જિનવરેન્દ્રો હોય છે. કેટલા
બળથી બળવાન હોય છે ? તે કહે છે – અપરિમિતબળવાળા હોય છે. આ લબ્ધિઓ જીવોને, કર્મના ઉદય, ક્ષય કે ક્ષયોપશમ સાપેક્ષ હોય છે. Ir૭પી.
+ अंछमाणाणंति आ०+वाच्य०