SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અ! શૈલિમાં ચોખું દેખાય છે કે શ્લોકના તમામે તમામ શબ્દો અન્વય પ્રમાણે લઈને એનો અર્થ આપવામાં આવ્યા છે. આ તો માત્ર સમજ માટે દષ્ટાન્ત આપેલ છે. પણ આ બરાબર ધ્યાનમાં લેવા જેવું છે. જેઓ મૂળગાથાને સામે નથી રાખતા, તેઓ અર્થ કરવામાં ગરબડ કરી બેસે છે. તેઓ મૂળગાથાના શબ્દનો અને એના અર્થરૂપે ટીકામાં લખાયેલા શબ્દનો જુદો જુદો અર્થ કરી બેસે છે. અને પછી મુંઝવાય છે. દા.ત. વર્ધમાનાય ઘરમતીર્થરાય લખેલું હોય, તો તેઓ અર્થ આ રીતે કરે કે “વધતા એવા છેલ્લા તીર્થકરને.” તેઓ આ વાત ન સમજે કે મૂળ ગાથામાં વર્ધમાના શબ્દ લખેલો છે, એનો અર્થ જ ખોલેલો છે કે ઘરમતીર્થરાય. વર્ધમાન એટલે છેલ્લા તીર્થંકર. એટલે વાંચન કરનારે મૂળગાથાના શબ્દોને બરાબર પકડી પકડીને જ ચાલવું. અને એ માટે ટીકા વાંચતી વખતે એટલે કે શબ્દ બોલવાની ટેવ બરાબર પાડવી. દા.ત. નમોડસ્તુ ની જે ટીકા ઉપર આપી છે. એને આ રીતે વાંચવી. નમ: એટલે નમસ્કાર, કસ્તુ એટલે ભવતુ... આ ક્રિયાપદ પ્રાર્થના અર્થમાં છે. વર્ધમાન એટલે છેલ્લા કર, એ વર્ધમાન કેવા છે ? એ કહે છે કે અર્ધમાનાથે સ્પર્ધમાન એટલે સ્પર્ધા કરતા. કોની સાથે સ્પર્ધા કરતા? એ કહે છે કે વેળા કર્મ એટલે આઠ પ્રકારના આંતરશત્રુઓ સાથે. આમાં એટલે શબ્દથી એ ખ્યાલ આવે કે મૂળગાથાના શબ્દનો જ અર્થ કરવામાં આવ્યો છે. એટલે બે ય શબ્દના જુદા-જુદા અર્થ નથી લેવાના. આ રીતે વાંચવાની અને વંચાવવાની મહેનત કરીએ તો ભલે શરૂઆતમાં વાર લાગે. પણ એમાં શાસ્ત્રવાચનની પકડ જોરદાર આવી જાય. પછી તો એની મેળે જ ઝડપ વધી જાય. અને એટલે બોલ્યા વિના એની મેળે જ બધું વંચાતું જાય. (વિરતિદૂતમાંથી ઉદ્ધત) તે સિવાય ટીકામાં ક્યાંક, ક્યાંક છાન્દસ પ્રયોગ, ચ શબ્દ સમુચ્ચયમાં, સૂત્ર ત્રિકાળ વિષયક શબ્દો વાંચવામાં આવે છે તેનો અર્થ નીચે પ્રમાણે જાણવો. ૧. છાન્દસ પ્રયોગ કે આર્ષપ્રયોગ બંને એક જ વાત છે ભાવાર્થ એક છે. શબ્દાર્થ જુદો છે. છન્દસ = વેદ, વેદમાં આવતો પ્રયોગને છાન્દસ કહેવાય છે. ઋષિએ કરેલા પ્રયોગો તે આર્ષપ્રયોગ કહેવાય છે. આમ તો કોઈપણ છંદ=શ્લોકની રચના કરવી હોય ત્યારે તેના નિતિ-નિયમો સાચવવા પડે પરંતુ મહાપુરુષોને આ નિયમ લાગુ પડતો નથી. તેથી જયારે મુળગાથામાં છંદાનુશાસન વિગેરેના નિયમોનો ભંગ થતો દેખાય એટલે ટીકાકારો ટીકામાં ખુલાસો કરે કે મૂળગાથા ઋષિઓએ રચેલી હોવાથી એટલે કે આર્ષપ્રયોગ હોવાથી નિયમનો ભંગ થવા છતાં કોઈ દોષ નથી. ૨. ચ નો અર્થ સમુચ્ચય છે – સમુચ્ચયનો અર્થ એ છે કે રામો નક્ષ્મણ છત:, અહીં રામ જવાની ક્રિયા કરે છે એ જ રીતે જવાની ક્રિયા લક્ષ્મણ પણ કરે છે. ટૂંકમાં એકજાતીય ક્રિયામાં જ્યારે અનેકનો કર્તા, કર્માદિરૂપે અન્વય દર્શાવવો હોય ત્યારે સમુચ્ચય અર્થમાં ચ નો પ્રયોગ થાય છે. ૩. સૂત્ર ત્રિકાળવિષયક એ રીતે – સૂત્રમાં ભૂતકાળના બનેલા ભાવોનું, ભવિષ્યમાં બનનારા ભાવોનું અને સૂત્રરચના કાળે બનનારા ભાવોનું નિરૂપણ હોય છે. અથવા સૂરજ ઊગે છે આ વાક્ય જેમ ત્રિકાળ
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy