SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ SMS છેસંસ્કૃત ટીકા વાંચવાની પદ્ધતિ માં ટીકાની શૈલી : ટીકાકારો મૂળગાથાના એકે એક શબ્દનો અર્થ ટીકામાં કરતા હોય છે, એટલે જ્યારે ટીકા વાંચીએ, ત્યારે મૂળગાથા બરાબર નજર સામે રાખવી અને એના જે જે શબ્દો ટીકામાં આવતા જાય. તે તે ધ્યાનથી જોતા જવું. આમાં ટીકાની શૈલી બે પ્રકારે છે. (૧) અન્વય વિનાની ટીકા, (૨) અન્વયવાળી ટીકા. મૂળગાથાઓમાં તો બધા શબ્દો આડા-અવળા પણ હોય, જેમ સંસ્કૃત શ્લોકોમાં શબ્દો ક્રમશ: ન હોય, એનો આપણે અન્વય કરીને અર્થ બેસાડવાનો હોય છે. એમ શાસ્ત્રોની મૂળગાથાઓમાં શબ્દો ક્રમશ: ન હોય, એનો અર્થ પ્રમાણે અન્વય કરવાનો હોય છે. પ્રાચીન ટીકાઓની શૈલી એવી છે કે તે ટીકાઓ અન્વય પ્રમાણે ગોઠવીને નથી લખાઈ, પણ મૂળગાથામાં જે પહેલો શબ્દ હોય, તેને લખીને એનો અર્થ કરે, પછી મૂળગાથામાં રહેલા બીજા શબ્દને લઈને એનો અર્થ કરે, પછી મૂળગાથામાં રહેલા ત્રીજા-ચોથા-પાંચમાં....... શબ્દને લઈને ક્રમશ: એનો અર્થ કરે. આમ બધાનો અર્થ તો આપી દે, પણ કયા શબ્દનો કોની સાથે અન્વય કરવો એ ન પણ બતાવે, એ આપણે બેસાડવાનું હોય છે. - જ્યારે અન્વયવાળી ટીકાની શૈલી એ છે કે મૂળગાથામાં ભલે ગમે તેમ શબ્દો હોય તો પણ જો અન્વય પ્રમાણે ૩-૫-૧-૨-૪...નંબરના શબ્દો ક્રમશઃ જરૂરી હોય તો ટીકામાં પહેલા ૩ નંબરનો શબ્દ લે, પછી ૫ નંબરનો શબ્દ લે, પછી ૧-૨-૪ નંબરના શબ્દ લે, અને એનો અર્થ આપતા જાય, આમાં આપણે અન્વય ગોઠવવો ન પડે, અન્વય થઈ જ ગયેલો હોય. આગમો ઉપરની બધી જ ટીકાઓ લગભગ પ્રથમ શૈલિવાળી છે. હવે બેમાંથી ગમે તે શૈલિ હોય, પણ એક વાત પાકી છે કે બંનેમાં મૂળગાથાના શબ્દો તો બરાબર લેવામાં આવે છે, અને દરેકે દરેકના અર્થો પણ આપવામાં આવે છે. 1-4-Uર્વ-પ-તુ.... આવા એકેએક અવ્યયોના પણ અર્થો આપવામાં આવે છે. કશું બાકી રખાતું નથી. એટલે જ ટીકા વાંચતી વખતે મૂળગાથા નજર સામે જ રાખવી અને એના કયા કયા શબ્દો આવતા ગયા અને એનો અર્થ શું કર્યો ? એ બરાબર જોતા જવું. અહીં આ બંને શૈલિ માટે એક દૃષ્ટાન્ત જોઈએ. નમોડસ્તુ વર્ધમાના અર્ધમાનાય છેHMI | આ શ્લોકાર્ધની જો પ્રથમૌલિ પ્રમાણે વ્યાખ્યા થાય તો કંઈક આ રીતે થાય. નમ: = નમ : મતું = મવસ્તુ તિ પ્રાર્થનામાં, નૈ ? ત્યાદિ વર્ધમાનાય = પરમતીર્થરાય, कीदृशाय वर्धमानाय इत्याह स्पर्धमानाय स्पर्धा कुर्वते । केन सह स्पर्धमानायेत्याह कर्मणा अष्टप्रकारेणान्तरशत्रणेत्यर्थः । આમાં જોઈ શકાશે કે શ્લોકના તમામે તમામ શબ્દો ટીકામાં ઉતારેલા છે, અને એનો અર્થ કરવામાં આવ્યો છે. અને બધા શબ્દો અન્વયે વિના લાઈનબંધ લેવામાં આવ્યા છે. આ જ શ્લોકાર્ધની જો બીજી શૈલિ પ્રમાણે વ્યાખ્યા થાય તો કંઈક આ રીતે થાય. ર્મUT = अष्टप्रकारेणान्तरशत्रुणा सह स्पर्धमानाय = स्पर्धा कुर्वते वर्धमानाय = चरमतीर्थकराय नमोऽस्त = नमस्कारो भवतु । भवतु इति प्रार्थनायां, अत्र चतुर्थी विभक्तिर्नमः अव्यययोगे इति ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy