________________
5
લબ્ધિથી અવધિનું અવસ્થાન (નિ. ૫૮) બ ૧૨૫ ताँस्तान् पर्यायानिति द्रव्यं तस्मिन् द्रव्ये - द्रव्यविषयं उपयोगावस्थानमवधेः, भिन्नश्चासौ मुहूर्त्तश्चेति समासः, अवनं अवः परि अवः पर्यवः तस्य लाभः पर्यवलाभः तस्मिंश्च पर्यवलाभे च - पर्यवप्राप्तौ चावधेरुपयोगावस्थानं सप्ताष्टो वा समया इति । अन्ये तु व्याचक्षते - पर्यायेषु सप्त, गुणेषु अष्टेति, सहवर्त्तिनो गुणाः शुक्लत्वादयः, क्रमवर्तिनः पर्याया नवपुराणादयः, यथोत्तरं च द्रव्यगुणपर्यायाणां सूक्ष्मत्वात् स्तोकोपयोगता इति गाथार्थः ॥५७॥
अद्धाइ अवदाणं, छावट्ठी सागरा उकालेणं।
"उक्कोसगं तु एयं, इक्को समओ जहणणेणं ॥५८॥ व्याख्या- इह लब्धितोऽवस्थानं चिन्त्यते - अद्धा - अवधिलब्धिकालः, अत्र अद्धाया:कालतोऽवस्थानं अवधेर्लब्धिमङ्गीकृत्य तत्र 'चान्यत्र क्षेत्रादौ षट्षष्टिसागरा' इति षट्षष्टिसागरोपमाणि, तुशब्दस्य विशेषणार्थत्वात् मनागधिकानि 'कालेनेति' कालतः उत्कृष्टमेवेदं कालतोऽवस्थानमिति। 10 जघन्यमवस्थानमाह-तत्र द्रव्यादाँवप्येकः समयो जघन्येनावस्थानमिति, तत्र मनुष्यतिरिश्चोऽधिकृत्य
મૂળગાથામાં “IનેT'' તૃતીયા વિભક્તિ છે. પરંતુ “અર્થના વશથી વિભક્તિનો ફેરફાર થાય” એ ન્યાયથી ‘નિત:' એમ દ્વિતીયા વિભક્તિના અર્થમાં ‘તમ્' પ્રત્યય લગાડી અર્થ કરવો. ત તે પર્યાયોને જે પામે તે દ્રવ્ય. તેમાં અવધિના ઉપયોગનું અવસ્થાન અંતર્મુહૂર્ત જાણવું અર્થાત કોઈપણ દ્રવ્યમાં અવધિનો ઉપયોગ વધારેમાં વધારે અંતર્મુહૂર્વ ટકે. તથા પર્યાયો ની પ્રાપ્તિને વિષે 15 (અર્થાતુ પર્યાયના વિષયમાં) અવધિના ઉપયોગનું અવસ્થાન સાત કે આઠ સમયનું હોય છે.
કેટલાક આચાર્યો એમ કહે છે કે પર્યાયો બે પ્રકારે હોય છે ૧. ગુણાત્મક ૨. પર્યાયાત્મક. તેમાં ગુણોને વિષે આઠ અને પર્યાયોને વિષે સાત સમયનું અવસ્થાન હોય છે. જે દ્રવ્યની સાથે સહવર્તી હોય એવા શુક્લાદિ ગુણો છે અને ક્રમવર્તી નવાપણું, જુનાપણું વિ. પર્યાયો છે. દ્રવ્ય, ગુણ, પર્યાય ઉત્તરોત્તર સૂક્ષ્મ હોવાથી તેમાં ઉપયોગ ઓછો-ઓછો હોય છે, અર્થાત્ દ્રવ્ય કરતા 20 ગુણ, સૂક્ષ્મ, હોવાથી ગુણમાં ઉપયોગ ઓછો, તેના કરતા પર્યાય સૂક્ષ્મ હોવાથી પર્યાયમાં ઉપયોગ ઓછો. {પણા
(અવતરણિકા : હવે લબ્ધિને આશ્રયી અવસ્થાન બતાવે છે )
ગાથાર્થ : લબ્ધિથી કાળને આશ્રયી અવધિનું અવસ્થાન છાસઠ સાગરોપમ છે. આ ઉત્કૃષ્ટથી સમજવું, જઘન્યથી એક સમયનું હોય છે.
ટીકાર્થ : અહીં આ ગાથામાં લબ્ધિથી અવસ્થાન વિચારાય છે – અદ્ધા એટલે અવધિનો લબ્ધિકાળ. અવધિનું લબ્ધિને આશ્રયી છે કે અન્ય ક્ષેત્રમાં કાળથી છાસઠ સાગરોપમ જેટલું અવસ્થાન હોય છે. “તું” શબ્દથી એટલો વિશેષ અર્થ જાણવો કે તે છાસઠ સા. કંઈક અધિક અર્થાત્ કંઈક અધિક છાસઠ સા. અવસ્થાન હોય છે. આ ઉત્કૃષ્ટ કાળમાન જાણવું. જધન્યથી દ્રવ્ય-પર્યાયાદિમાં એક સમયનું અવસ્થાન જાણવું. (એક સમયનું અવસ્થાન કેવી રીતે ઘટે ? તે 30
५४. न केवलं काल इत्यपिशब्दार्थः, आदिना आधारादिग्रहः गुणपर्यायग्रहो वा । । उक्कोसओ उ । * તત્ર | + ૩અન્યત્ર વા
25