SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાવધિના ક્ષેત્ર-કાલનું પ્રમાણ (નિ. ૪૫) કે ૧૧૩ क्षेत्रतः 'असंख्येयानि लोकमात्राणि, खण्डानीति गम्यते, लभत इति संबन्धः, कालतस्तु ‘समाः' उत्सर्पिण्यवसर्पिणीरसंख्येया एव लभते, तथा द्रव्यतो 'रू पगतं' मूर्त्तद्रव्यजातमित्यर्थः, 'लभते' पश्यति 'सर्वं' परमाण्वादिभेदभिन्नं पुद्गलास्तिकायमेवेति, भावतस्तु वक्ष्यमाणाँस्तत्पर्यायान् इति । यदुक्तं 'असंख्येयानि लोकमात्राणि खण्डानि परमावधिः पश्यतीति' तत्क्षेत्रनियमनायाह - उपमानं उपमितं, भावे निष्ठाप्रत्ययः, क्षेत्रस्योपमितं क्षेत्रोपमितं, एतदुक्तं भवति- 5 उत्कृष्टावधिक्षेत्रोपमानं, 'अग्निजीवाः' प्रागभिहिता एवेति, आह - 'रूपगतं लभते सर्व' इत्येतदनन्तरगाथायामर्थतोऽभिहितत्वात् किमर्थं पुनरुक्तमिति, अत्रोच्यते, उक्तः परिहारः, अथवा अनन्तरगाथायां 'एकप्रदेशावगाढं' इत्यादि परमावधेव्यपरिमाणमुक्तं, इह तु 'रुपगतं लभते सर्वं' इति क्षेत्रकालद्वयविशेषणं, एतदुक्तं भवति-रुपिद्रव्यानुगतं लोकमात्रासंख्येयखण्डोत्सर्पिण्यवसर्पिणी लक्षणं क्षेत्रकालद्वयं लभते, न केवलं, अरुपित्वात्तस्यै, रुपिद्रव्यनिबन्धनत्वाच्चावधि- 10 ज्ञानस्येति गाथार्थः ॥४५॥ લોકપ્રમાણ ખંડોને જુએ છે. અહીં “ખંડોને” શબ્દ અધ્યાહારથી જાણી લેવો તથા “જુએ છે” શબ્દ ગાથાના ઉત્તરાર્ધમાંથી લાવીને અહીં જોડવો. કાળથી અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણીને જુએ છે. તથા દ્રવ્યથી રૂપીદ્રવ્યને અર્થાત્ પરમાણુ વગેરે ભેદોવાળા સર્વ પુદ્ગલાસ્તિકાયને અને ભાવથી આગળ કહેવાતા પુદગલાસ્તિકાયના પર્યાયોને જુએ છે. પૂર્વે કહ્યું કે “અસંખ્યલોકપ્રમાણ 15. ખંડોને જુએ છે” તો તે ક્ષેત્ર કેટલું થાય તેનું ચોક્કસ માપદંડ કાઢવા કહે છે કે – ઉપમાન = ઉપમા, તે ઉપમા પોતે જ ઉપમિત, અહીં સ્વાર્થમાં તલકૂત) પ્રત્યય લાગેલ છે. ક્ષેત્રની ઉપમા તે ક્ષેત્રોમમિત, અર્થાત્ ઉત્કૃષ્ટાવધિના ક્ષેત્રની ઉપમા તરીકે અગ્નિકાયના જીવો જાણવા. (અગ્નિકાયના જીવોની સૂચિવડે જેટલું ક્ષેત્ર મપાયું, તેટલા ક્ષેત્રને જુએ છે.) શંકા : “સર્વ રૂપીદ્રવ્યોને જુએ છે' આ વાત પૂર્વની ગાથામાં અર્થથી બતાવી જ ગયા છે 20 તો શા માટે અહીં પુનઃ બતાવો છો ? સમાધાન : આનો ઉત્તર અને પૂર્વગાથામાં જ આપી દીધો છે કે નિયમન કરવા બતાવેલ છે. અથવા પૂર્વગાથામાં એકપ્રદેશાવગાઢ વગેરે કહેવા દ્વારા પરમાવધિનું દ્રવ્યપ્રમાણ બતાવ્યું, જ્યારે અહીં ‘સર્વ રૂપીદ્રવ્યોને જુએ છે' આ વિશેષણ ક્ષેત્ર–કાળનું જાણવું અર્થાત્ રૂપીદ્રવ્યોથી યુક્ત એવા લોકપ્રમાણ અસંખેય ખંડોને તથા ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ કાળને જુએ છે નહીં કે એકલા ક્ષેત્ર, 25 કાળને જુએ, કારણ કે તે ક્ષેત્ર, કાળ અરૂપી છે અને અવધિજ્ઞાન રૂપીદ્રવ્યોને જ જોનાર છે (અહીં ધ્યાન રાખવું કે “રૂપીદ્રવ્યોથી યુક્ત એવા અસંખ્યલોકપ્રમાણ ખંડોને જુએ છે” એવું જે કહ્યું તે શક્તિને આશ્રયી કહ્યું છે અર્થાત્ તેટલા ક્ષેત્રમાં જો રૂપીદ્રવ્યો હોય તો તેને જોવાની શક્તિ અવધિજ્ઞાનમાં છે, પરંતુ લોકની બહાર કોઈ રૂપીદ્રવ્યો હોતા નથી.) ૪પા ૨૮. ઉત્તર: ૨૬. નામચિહ્ન રૂપાતમિતિ નિયમનાયેવંરૂપ: 1 રૂ૦. વિનિયમોfધરેવ 30 ज्यायान् इति न्यायमपेक्ष्य विघेर्बलीयस्त्वाख्यानायाह-अथवेत्यादि । ३१. अरूपित्वात् रूपिविषयचावधिरिति च निर्णीतमनेकशः । ३२. क्षेत्रकालद्वयस्य ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy