SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ગમિકાદિ ભેદોનું સ્વરૂપ (નિ. ૨૦) . अवगन्तव्यं, यथा नन्द्यध्ययने इति, खलुशब्द एवकारार्थः, स चावधारणे, तस्य च व्यवहितः . संबन्ध:, सप्तैव 'एते' श्रुतपक्षाः सप्रतिपक्षाः, न पक्षान्तरमस्ति, संतोऽत्रैवान्तर्भावात् । तथा गमा अस्य विद्यन्ते इति गमिकं तच्च प्रायोवृत्त्या दृष्टिवादः । तथा गाथाद्यसमानग्रन्थं अगमिकं, तच्च प्रायः कालिकं । तथा अङ्गप्रविष्टं गणधरकृतं आचारादि, अनङ्गप्रविष्टं तु स्थविरकृतं आवश्यकदि गाथाशेषमवैधारणप्रयोगं दर्शयता व्याख्यातमेवेति गाथार्थः ॥ सत्पदप्ररूपणादि मतिज्ञानवदायोज्यं । 5 प्रतिपादितं श्रुतज्ञानमर्थतः, साम्प्रतं विषयद्वारेण निरूप्यते तच्चतुर्विधं द्रव्यतः क्षेत्रतः कालो भावतश्च, तत्र द्रव्यतः श्रुतज्ञानी सर्वद्रव्याणि जानीते न तु पश्यति, एवं क्षेत्रादिष्वपि द्रष्टव्यं । ૭૭ ભાવોને આશ્રયી ઉત્પન્ન થતું શ્રુત પણ સાદિ—સાંત છે. તથા દ્રવ્યથી જુદા જુદા જીવોને, ક્ષેત્રથી મહાવિદેહને, કાળથી મહાવિદેહ સંબંધીકાળને અને ભાવથી ક્ષાયોપશમિક ભાવને આશ્રયીને શ્રુત અનાદિ—અનંત જાણવું.) મૂલગાથામાં “વસ્તુ” શબ્દનો એવકાર અર્થ જાણવો અને તે જકારના 10 અર્થમાં છે. આ શબ્દ મૂળગાથામાં જ્યાં છે ત્યાંથી ઉઠાવી “સપ્ત” શબ્દની સાથે જોડતા સાત જ પ્રતિપક્ષ સહિત શ્રુતજ્ઞાનના ભેદો છે, અન્ય ભેદો નથી કારણ કે બીજા જેટલા ભેદો છે તે બધાનો આમાં સમાવેશ થઈ જાય છે. હવે ગમિકદ્વારની વ્યાખ્યા કરે છે. ગમોવાળા જે ગ્રંથો હોય તે ગમિક કહેવાય. (અહીં ગમો એટલે એક સરખા પાઠ અથવા કંઈક ફેરફારવાળા એક સરખા આલાવા, જેમ કે પધ્મિસૂત્રના છવ્રતના આલાવા. આવા પ્રકારના આલાવા જે ગ્રંથમાં હોય તે ગમિક કહેવાય છે.) 15 પ્રાયઃ કરીને દૃષ્ટિવાદ એ ગમિક સૂત્ર છે. તથા ગાથા વગેરેથી અસમાન એવો જે ગ્રંથ તે અગમિક જાણવા. પ્રાયઃ કરીને કાલિકસૂત્રો અગમિક હોય છે. અગંપ્રવિષ્ટ એટલે ગણધરો વડે ગુંથાયેલા ગ્રંથો જેમકે આચારાંગાદિ, જ્યારે સ્થવિરો વડે કરાયેલા આવશ્યકાદિ એ અનંગપ્રવિષ્ટ છે. ગાથા નં. ૧૯માં શ્લોકના ઉત્તરાર્ધમાં “સત્તવિ VI સડિવવા'' આ પ્રમાણેનો ગાથાશેષ એ ઉપરોક્ત અવધારણપ્રયોગ બતાવતા ટીકાકાર વડે 20 વ્યાખ્યાન કરી દીધો છે. આ પ્રમાણે ગાથા નં. ૧૯નો અર્થ પૂર્ણ થયો. શ્રુતજ્ઞાનમાં પણ સત્પદપ્રરૂપણા વગેરે દ્વા૨ો મતિજ્ઞાનની જેમ જાણી લેવા. આમ, અર્થથી (શ્રુતજ્ઞાનનું સ્વરૂપ, તેના ભેદોનું સ્વરૂપ વગેરે રૂપ અર્થથી) શ્રુતજ્ઞાન પ્રતિપાદન કરાયું. હવે આ શ્રુતજ્ઞાનના કયા કયા વિષયો છે તે કહે છે. શ્રુતજ્ઞાન દ્રવ્યાદિ ચારભેદે છે. તેમાં દ્રવ્યથી શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યોને જાણે છે પણ જોતો નથી. આ જ પ્રમાણે ક્ષેત્રાદિ શેષ ત્રણમાં પણ જાણી લેવું. 25 १. ( नन्दीवृत्ति: ३९४ प० ) एकपुरुषभरतादिक्षेत्रोत्सर्पिण्यवसर्पिणीजिनभाषितभावप्ररूपणां आश्रित्य सादिसपर्यवसितं नानापुरुषमहाविदेहनोउत्सर्पिण्यवसर्पिणीक्षायोपशमिकानाश्रित्य त्वन्यथा । २. पर्यायादे । ३. किञ्चिद्विशेषतो भूयो भूयस्तस्यैव सूत्रस्योच्चारणं गमः । ४. 'स्थविरास्तु भद्रबाहुस्वाम्यादयस्तत्कृतमावश्यकनिर्युक्त्यादिकमनङ्गप्रविष्टं (विशेष० ५५० वृत्तौ ) । ' ५. 'सत्तवि एए सपडिवक्खा' इत्येकोन्नविंशगाथासत्कं । ६. खलुशब्दव्याख्याने, अपिस्तु सप्तानामपि प्रतिपक्षग्रहार्थः स्फुट एव । ७. तत्स्व - 30 रूपतद्भेदस्वरूपसत्प्ररूपणादिद्वारातिदेशव्याख्यानेन । प्ररूप्यते २-३ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy