________________
: ૩૪ :
સંયમસ્થાન, આ પ્રમાણે અનંતભાગ અનંત ભાગ વૃદ્ધિ ત્યાં સુધી કરવી કે જ્યાં સુધી એ સ્થાનેની સંખ્યા એક અંગુલના અસંખ્યાતભાગમાં રહેલા પ્રદેશની સંખ્યા જેટલી થાય. અંગુલના અસંખ્યાતભાગ પ્રમાણ આકાશ પ્રદેશમાં રહેલા પ્રદેશોની સંખ્યા જેટલાં સંયમ સ્થાને ને, શાસ્ત્રની પરિભાષામાં એક કંડક કહેવાય છે. એક કંડકમાં અસંખ્યાતા સંયમસ્થાનને સમુહ હેય છે.
આ પ્રમાણે થયેલા પ્રથમ કંડકના છેલા સંયમ સ્થાનમાં જેટલા અવિભાજ્ય અંશો છે તેમાં અસંખ્યભાગ વૃદ્ધિ કરતાં જે સંખ્યા થાય તેટલી સંખ્યાનું બીજા કંડકનું પહેલું સ્થાન બને છે.
ત્યાર બાદ તેનાથી બીજુ સ્થાન અનંતભાગ અધિક કરતાં આવે એમ અનંતભાગ અધિક અનંતભાગ અધિકની વૃદ્ધિ કરતાં આખુ કંડક થાય, તે પછી અસંખ્યભાગ અધિક ઉમેરતાં બીજા કંડકનું બીજું સ્થાન આવે. તેના પછી પાછું અનુક્રમે અનંતભાગ વૃદ્ધિનું એક કંડક, પછી અસંખ્યાત ભાગ વૃદ્ધિનું ત્રીજું સ્થાન. આ રીતે એક એક કંડકાન્તરિત અસંખ્યાતભાગ વૃદ્ધિવાળાં સંયમ સ્થાને એક કંડક પ્રમાણ બને તે પછી, સંખ્યાતભાગ અધિક વૃદ્ધિ કરતાં સંખ્યાત ભાગ અધિકનું પહેલું સંચમસ્થાન આવે.
ત્યાર પછી અનંતભાગ અધિક એક કંડક પ્રમાણ કરતા એક એક અસંખ્યભાગ અધિકનું સંયમ સ્થાન આવે, તે પણ કંડક પ્રમાણુ થાય એટલે સંખ્યાતભાગ અધિકનું બીજું સંયમ