________________
: ૩૩ : બુદ્ધિ-(અસત્ કલ્પના)થી ધારો કે “દેશવિરતિના સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનમાં ભાગ ન થઈ શકે તેવા ૧૦૦૦૦ (દશ હજાર ) ભાગો છે, તેને સર્વ જીવની અનંતી સંખ્યા ધારો કે ૧૦૦ (સે) છે. તેનાથી ગુણતાં એટલે ૧૦૦૦૦x૧૦૦= ૧૦૦૦૦૦૦ (દશ લાખ) થયા. એટલે સર્વવિરતિને જઘન્ય વિશુદ્ધિ સંયમ સ્થાનમાં દશ લાખ અવિભાજ્ય અંશે રહ્યાં છે.
સર્વવિરતિ ગુણસ્થાનના આ સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનથી બીજું અનંત ભાગ વૃદ્ધિવાળું હોય છે. (સર્વ જીવોની સંખ્યાના અનંતમાં ભાગ પ્રમાણ સંખ્યા ઉમેરતાં જેટલી સંખ્યા થાય તે અનંતભાગ વૃદ્ધિ કહેવાય.) એટલે પહેલાં સંયમસ્થાનમાં અનંતભાગ વૃદ્ધિ કરીએ એટલે બીજું સંયમસ્થાન આવે, તેમાં અનંતભાગ વૃદ્ધિ કરતાં જે આવે તે ત્રીજું સંયમસ્થાન, તેમાં અનંતભાગ વૃદ્ધિ કરતાં જે આવે તે ચોથું
* ૧ અનંતભાગ વૃદ્ધિ–એટલે સર્વ જીવોની અનંત સંખ્યાથી ભાગાકાર‘ કરતાં જે અનંતભાગ સંખ્યા આવે તે વિવક્ષિત સંખ્યામાં ઉમેરવું.
૨ અસંખ્યભાગ વૃદ્ધિ–એટલે અસંખ્ય લેકાકાશ પ્રદેશોની સંખ્યામાં ભાગાકાર કરતાં જે સંખ્યા આવે તે વિવક્ષિત સંખ્યામાં ઉમેરવી.
૩ સંખ્યાતભાગ વૃદ્ધિ–એટલે ઉત્કૃષ્ટ સંખ્યાની સંખ્યાએ ભાગાકાર કરતાં જે સંખ્યા આવે તે વિવક્ષિત સંખ્યામાં ઉમેરવી.
જ્યાં અનંત ગુણ, અસંખ્ય ગુણ, સંખ્યાત ગુણ આવે ત્યાં ભાગાકારને બદલે ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તે સંખ્યા વિવક્ષિત સંખ્યામાં ઉમેરવી (આ ષટુ સ્થાન કહેવાય છે.)