________________
: ૩૧ : કે “હે ભગવન્! આધાકર્મ દોષવાળો આહાર વાપરનાર શ્રમણ, નિર્ગથ (સાધુ) શું બાંધે ? શું કરે? શું ભેગું કરે? શું એકઠું કરે ?”
શ્રી મહાવીરસ્વામીજી ભગવંત જવાબ આપતા કહે છે કે “હે ગૌતમ! આધાકર્મ આહાર વાપરનાર (સાધુ) આયુષ્ય સિવાય સાતે કર્મની પ્રકૃતિએ જે ઢીલા બંધનવાળી હોય તે ગાઢ બંધવાળી કરે, એાછા કાલવાળી હોય તે લાંબા કાલવાળી કરે, મદરસવાળી હોય તે તીવ્રરસવાળી કરે, અલ્પ પ્રદેશવાળી હોય તે ઘણાં પ્રદેશવાળી કરે છે. આયુષ્ય કર્મ કદાચ તે વખતે બાંધે અગર ન પણ બાંધે, અશાતા વેદનીયકમ વારંવાર ઉપાર્જન કરે, અનાદિ અનંત એવા ચારગતિરૂપ અટવીમાં વારંવાર પરિભ્રમણ કરે છે.
પ્રશ્ન–હે ભગવન્! આપ એમ કેમ કહે છે કે “આધાકર્મ આહાર કરનાર યાવતું સંસારમાં પરિભ્રમણ કરે છે.?
ઉત્તર–હે ગૌતમ! આધાકર્મ આહાર વાપરનાર, આત્માને ધર્મ–ચારિત્રધર્મ અથવા કૃતધર્મને ચૂકી જાય છે, અર્થાત ચારિત્રધર્મને આચરતે નથી તેથી પૃથ્વીકાય, અપકાય, તેઉ. કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય જેની દયા કરતે નથી, તથા જે કઈ જીના શરીરને આહાર કરે છે, તે જેની પણ દયા કરતું નથી. તેથી હે ગૌતમ! આધાકર્મ આહાર વાપરનાર યાવત્ ચારગતિરૂપસંસાર અટવીમાં વારંવાર ભમે છે. એમ કહું છું.
આધાકર્મ આહાર સંયમસ્થાનેની શ્રેણીને તથા શુભ લેશ્યા વગેરેને હણે છે તે બતાવે છે –