SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ तिविहो उ दव्वपिंडो सचित्तो मीसओ अचित्तो य । एक्केकस्स य एत्तो नव नव भेआ उ पत्तेयं ॥ २॥ | ( પિં. નિ. ૮) દ્રવ્યપિંડ ત્રણ પ્રકારનું છે. સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તે દરેકના પાછા નવ નવ પ્રકારે છે. पुढवी आउकाओ तेऊ वाऊ वणस्सई चेव । बेइंदिय तेइंदिय चउरो पंचिंदिया चेव ॥ ३ ॥ | ( પિં. નિ. ૯) સચિત્તના નવ પ્રકારે–૧ પૃથ્વીકાય પિંડ, ૨ અપકાય પિંડ, ૩ તેઉકાય પિંડ, ૪ વાયુકાય પિંડ, ૫ વનસ્પતિકાય પિંડ, ૬ બેઈન્દ્રિય પિંડ, ૭ તેઈન્દ્રિય પિંડ, ૮ ચઉરિન્દ્રિય પિંડ, અને ૯ પંચેન્દ્રિય પિંડ. મિત્રમાં અને અચિત્તમાં પણ ઉપર મુજબના નવ ભેદે જાણવા. ૧ પૃથ્વીકાય પિંડ–સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે. નિશ્ચયથી સચિત્ત અને વ્યવહારથી સચિત્ત. નિશ્ચયથી સચિત્ત–રત્નપ્રભા, શકરપ્રભા આદિ પૃથ્વી, હિમવત આદિ મહાપર્વતેના મધ્ય ભાગ આદિ વ્યવહારથી સચિત્ત-જ્યાં ગમય-છાણ વગેરે પડયાં ન હોય, સૂર્યને તાપ કે મનુષ્ય વગેરેની અવર-જવર ન હોય તેવાં જંગલ આદિ.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy