________________
: ૩૩ : વાત્સલ્યતા, પરેપકારપરાયણતાની સુવાસ પણ એટલી જ એકરસ હેકતી હતી.
આપણાં પૂજ્ય સાધ્વીજીના શિષ્યાદિ પરિવારમાં સાધ્વી સુતાશ્રી આદિ અનેક હોવા છતાં સુવિનીતા સાધવીશ્રી દમયંતીશ્રીજી ઉલ્લેખનીય છે. તેમણે દીક્ષા સં. ૧૯૩ માં તેમના વતન ખંડાલા (રાજસ્થાનમાં) તેમના પિતાશ્રી મયાચંદ શેઠને ત્યાંથી તેમના શ્વસુરપક્ષની સંમતી મેળવી મહોત્સવ પૂર્વક લીધી હતી. તેમનું સંસારી નામ હુલ્લાસબેન હતું. વડીદીક્ષા ડભેઈમાં સં. ૧૯૯૪માં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજબૂરીશ્વરજી (તે વખતે ઉપાધ્યાયજી) મહારાજ સાહેબના વરદ હસ્તે તેમના પિતાશ્રી મયાચંદભાઈ આદિ કુટુંબે આવીને અપાવી હતી. દીક્ષા લીધી ત્યારથી અવિરતપણે તેઓ પિતાના જ્ઞાનાદિ સંયમ ધનની પાલન સાથે પિતાના પૂજ્ય ગુરૂણીજીની ભક્તિસેવામાં અનન્ય નિષ્ઠાપૂર્વક ખડે પગે નિરત છે. તે પછી સં. ૧૫માં સાધ્વી રંજનશ્રીજી તેમનાં શિષ્યા થયાં, તે પછી સં.
૧લ્માં પૂજ્યશ્રી આચાર્ય દેવશ્રીના સંસારી વડીલ ભાઈ બાપુભાઈનાં દૌહિત્રી બાલકુમારી ધર્મશ્રીની દીક્ષા અમદાવાદના આંગણે પૂજ્યશ્રીની આચાર્ય પદવી વખતે થઈ. આજે તેઓ સૌ પોતાનાં આ પૂજ્ય ગુરૂ
જીની છત્રછાયામાં રત્નત્રયીની સુંદર આરાધના કરી રહેલાં છે.
પૂજ્ય સાધ્વીજી કેવાં ઉગ્ર વિહારી હતાં, તે તેમનાં માસાંની યાદી ઉપરથી સમજી શકાય તેવું છે. તેમનાં વિવિધ સ્થળે થયેલાં ચોમાસાની નોંધ આ રહી–