________________
: ૧૮ :
જેથી પિંડના દેનું જ્ઞાન સંપાદન કરી દેષિત આહારને ત્યાગ કરી, સૌ નિર્દોષ આહાર ગ્રહણ કરવામાં ઉદ્યમવંત બને અને સુંદર રીતે સંયમધર્મનું પાલન કરી કર્મને ક્ષય કરી મોક્ષ સુખને પ્રાપ્ત કરનારા બની શકે.
આ ગ્રંથનું સૂત્ર અને અર્થથી જ્ઞાન જેમ સાધુ-સાધ્વીને ઉપગી છે તેમ શ્રાવક-શ્રાવિકાઓને પણ આ ગ્રંથના અર્થનું જ્ઞાન પણ આવશ્યક છે–ઉપયોગી છે. જેથી શ્રાવક-શ્રાવિકાઓ નિર્દોષ આહાર આદિથી પૂજ્ય સાધુ-સાધ્વીજીઓની ભક્તિ સારી રીતે કરી શકે. “રાજનો પુલ કુત્તો ગરબો ચ =मेण अटुपवयणमायाओ सिक्खइ, उक्कोसेण सुत्तत्थेहिं जाव छज्जीव. જિય, રથો સિબગથળં, પુળો સુરો વિ .” શ્રાવક સૂત્ર અને અર્થથી અષ્ટપ્રવચનમાતાને શિખે, ઉત્કૃષ્ટથી દશવૈકાલિકના ચેથા અધ્યયન છ જવનિકા સુધી સૂત્ર અને અર્થથી ભણે, પાંચમું પિંડેષણ નામનું અધ્યયન માત્ર અર્થથી જાણે પણ સૂત્રથી અભ્યાસ ન કરે.
આ “બી પિડનિયુક્તિ પરાગ ગ્રંથ તૈયાર કરવામાં શ્રી પિંડનિર્યુક્તિ સટીક, શ્રી પિંડવિશુદ્ધિની બન્ને ટીકા-દીપિકા અને ભાવાનુવાદ આદિ ગ્રંથની સહાય લીધી છે, તે બદલ તે તે ગ્રંથના કર્તા-સંપાદકેને કૃતજ્ઞભાવે યાદ કરું છું. ગુજ. રાતી ભાષામાં આ ગ્રંથ લખવામાં ગ્રંથકારના આશય વિરૂદ્ધ કે શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તે તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડે અપુ છું. સુજ્ઞજને તેવી ભૂલે બતાવવા કૃપા કરે તે દ્વિતીયાવૃત્તિ વખતે સુધારવાને અવકાશ રહે.