________________
: ૧૪૬ : આ આહારાદિ ગ્રહણ કરવાથી તે વસ્તુને માલિક સાધુ ઉપર દ્વેષ રાખે અને તેથી તાડન મારણ આદિને પ્રસંગ આવે. માટે આ છે દેષવાળી ભિક્ષા સાધુએ લેવી ન જોઈએ.
દષ્ટાંત વસંતપુર નામના નગરમાં જિનદાસ નામે શ્રાવક વસ હતું. તેમને રૂકમણી નામની પત્નિ હતી.
ગાયે વગેરેનું પાલન કરવા માટે વત્સરાજ નામને ગોવાળ રાખ્યું હતું. મહેનતના બદલામાં દર આઠમે દિવસે ગાયે વગેરેનું દૂધ શેવાળને આપવામાં આવતું હતું.
જે દિવસે દૂધ લેવાને ગોવાળને વારે હતું, તે દિવસે કેઈ સાધુ તે શ્રાવકને ઘેર ભિક્ષા માટે આવી પહોંચ્યા. જિનદાસે ભક્તિપૂર્વક ગોચરી વહોરાવી પછી શેવાળની ઈચ્છા નહિ હોવા છતાં બલાત્કારે દૂધના વાસણમાંથી દૂધ લઈને સાધુને વહેરાવ્યું.
શેઠની આગળ શેવાળ કંઈ બેલી શકો નહિ, પણ સાધુ પ્રત્યે મનમાં દ્વેષ ઉત્પન્ન થયે.
વત્સરાજ બાકીનું દૂધ લઈને પિતાના ઘેર ગયે.
દૂધનું વાસણ અધુરું હેવાથી ગોવાળની પત્નિએ ગોવાળને પૂછયું કે “આજે દૂધ ઓછું કેમ લાવ્યા?”
ગેવાને કહ્યું કે “શેઠે આમાંથી દૂધ લઈને સાધુને આપી દીધું, એટલે દૂધ ઓછું છે.”