________________
.: ૧૩૦ :
૩. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહેલા છે તે ગામમાંથી લાવેલે.
૪. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહ્યા છે તે સિવાયના બીજા ગામથી લાવેલો.
૫. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે સિવાયના બીજા દેશના બીજા ગામથી લાવેલ.
૬. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે દેશના બીજ ગામથી લાવેલ. ,
બીજા ગામથી લાવવાના પ્રકાર ૧ જળમાર્ગ–૧ પાણીમાં ઉતરીને, ૨. પાણીમાં તરીને, ૩. ત્રાપામાં બેસીને, ૪. હેડી આદિમાં બેસીને લાવેલા.
જળમાર્ગે લાવવામાં અપકાયાદિ જેની વિરાધના થાય, તથા ઉતરીને આવવામાં પાણીની ઉંડાઈને ખ્યાલ ન રહે તે ડૂબી જાય, અથવા તે જલચર જીવ પકડી લે કે મગર પાણીમાં ખેંચી જાય, કાદવમાં ખેંચી જાય વગેરે. આથી કદાચ મૃત્યુ થઈ જાય. - ર જમીન મા–પગે ચાલીને, ગાડામાં બેસીને, ઘોડા, ખચ્ચર, ઊંટ, બળદ, ગધેડા આદિ ઉપર બેસીને લાવેલા.
જમીનમાર્ગે આવવામાં પગમાં કાંટા વાગી જાય, કૂતરા આદિ જનાવર કરડે, ચાલવાના ગે તાવ આવી જાય, ચાર વગેરે લૂંટી લે, વનસ્પતિ આદિની વિરાધના પણ થાય.