________________
: ૧ર૦ : કરીને મેળવી શકી નહિ. રોજ ખાવાને નિર્વાહ પણ મજુરી કરવા ઉપર હતે. આમ દિવસે દિવસે તેલનું પ્રમાણ વધતું ચાલ્યું. કેટલાક ઘડા પ્રમાણ તેલનું દેવું થઈ ગયું.
શિવદેવ શેઠે કહ્યું કે “કાં તે મારું ચઢેલું તેલ આપ અથવા મારા ઘેર દાસી થઈને રહે.”
સમ્મતિ તેલ આપી શકી નહિ એટલે શેઠને ઘેર દાસી થઈને રહી. શેઠનું બધુ કામ કરે છે અને દુખે દિવસે પસાર કરે છે.
સમ્મત મુનિ પાછા કેટલાક વર્ષે તે ગામમાં આવી પહોંચ્યા. તેના ઘેર બહેનને દેખી નહિ, એટલે પાછા ફર્યા રસ્તામાં બહેન જેવામાં આવી, એટલે મુનિએ પૂછયું. બહેને રેતા લેતા બધે વૃત્તાંત કહ્યો. •
આ સાંભળી મુનિને ખેદ થયો. મારા નિમિત્તે ઉધારે લાવેલી વસ્તુ મેં પ્રમાદથી લીધી, જેથી બહેનને દાસી થવાને વખત આવ્યા.
મુનિએ બહેનને કહ્યું કે “તું રડીશ નહિ, થોડા દિવસમાં તને દાસીપણામાંથી છોડાવીશ.” તેને છોડવવાના ઉપાયને વિચાર કરી, શિવદેવ શેઠને ત્યાં જ પહેલા ભિક્ષાએ ગયા, ત્યાં શેઠની પત્નિ શિવા ભિક્ષા આપવા માટે હાથ દેવા લાગી એટલે સાધુએ નિષેધ કર્યો કે “હાથ ધોઈને ભિક્ષા આપે તે અમેને કલ્પ નહિ.”
શેઠ ત્યાં બેઠા હતા. તેમણે પૂછ્યું કે “આમ દોષ છે?”