________________
: ૭૬ :.
તે રાજાને સુંદર બે ઉદ્યાન હતાં, પૂર્વ દિશામાં સૂર્યોદય નામનું અને પશ્ચિમ દિશામાં ચંદ્રોદય નામનું. .
બન્ને દિશામાં કઠીઆર વગેરે લકે કાષ્ઠ આદિ લેવા માટે જતા આવતા.
વસંતઋતુમાં એક વખત રાજાને રાણીઓ સાથે સૂર્યોદય ઉદ્યાનમાં આનંદ પ્રમોદ કરવા જવાની ઈચ્છા થઈ. આથી રાજાએ સેવકે દ્વારા નગરમાં ડહ વગડાવીને લોકોને જાણ કરાવી કે “આવતી કાલે સવારે રાજા અંતાપુર સહિત સૂર્યોદય નામના ઉદ્યાનમાં જવાના છે અને આખો દિવસ રોકાવાના છે, માટે કઈ પણ માણસે તે દિશામાં લાકડાં આદિ લેવા માટે જવું નહિ, પરંતુ ચંદ્રોદય નામના ઉધાન તરફ જવું”
આ પ્રમાણે લેકેને જણાવ્યા બાદ સૂર્યોદય ઉદ્યાનમાં કઈ છુપાઈ ન જાય તે માટે ઉદ્યાન પાસે ચેકી પહેરે ગોઠવાઈ ગયો.
રાત્રે રાજાને વિચાર આવ્યું કે “સવારે સૂર્યોદય ઉદ્યાનમાં , જતાં સામે સૂર્યને તાપ આવશે અને સાંજે પાછા આવતાં પણ સામે સૂર્યને તાપ લાગશે. માટે ચંદ્રોદય ઉદ્યાનમાં જવું. જેથી જતાં અને આવતાં સૂર્ય પાછળ રહે.”
સવારે રાજા અંતઃપુર સહિત સૂર્યોદય ઉદ્યાનમાં નહિ જતાં ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા.
પડતું સાંભળ્યા બાદ કેટલાક દુરાચારી માણસે એ વિચાર કર્યો કે “અમે કઈ દિવસ રાજાની રાણીઓ જોઈ નથી, સવારે