________________
ગાયના માંસને પીરસનારના સ્થાને, આધાકમ આહાર વહેચનાર સાધુએ.
ગાયના માંસને સ્થાને આધાકમ આહાર. રસ્તાના સ્થાને મનુષ્ય જન્મ. સિપાઈના સ્થાને કર્મ. મરણના સ્થાને નરકાદિમાં ગમન..
૨ પ્રતિશ્રવણું–આધાકમી લાવનાર સાધુને ગુરુ દાક્ષિણ્યતાદિથી “લાભ” કહે, આધાકર્મી આહાર લઈને કઈ સાધુ ગુરુ પાસે આવે અને આધાકર્મી આહારની આલોચના કરે. ત્યાં ગુરુ “સારૂ થયું તમને આ મળ્યું. એમ કહે, આ પ્રમાણે સાંભળી લેવું. પરંતુ નિષેધ ન કરે તે પ્રતિશ્રવણ કહેવાય. તેના ઉપર રાજપુત્રનું દષ્ટાંત. ,
રાજપુત્રનું દૃષ્ટાંત ગુણસમૃદ્ધ નામના નગરમાં મહાબલ નામના રાજા રાજ્ય કરે છે. તેમને શીલા નામની મહારાણી છે. તેમની કુખે એક પુત્ર થયે તેનું નામ વિજિતસમર પાડવામાં આવ્યું.
ઉંમર લાયક થતાં કુમારને રાજ્ય મેળવવાની ઈચ્છા થઈ અને મનમાં વિચારવા લાગ્યો કે મારા પિતા ઘરડા થયા છતાં હજુ મરતાં નથી, તેથી લાંબા આયુષ્યવાળા લાગે છે. માટે મારા સુભટોની સહાય મેળવીને મારા પિતાને મારી નાખું અને હું રાજા બનું.
આ પ્રમાણે વિચાર કરી ગુપ્તસ્થાનમાં પિતાના સુભટને