________________
[: ૬૩ :
કેટલાક પીરસતા હતા, કેટલાક ખાતા હતા. એટલામાં સીપાઈઓ આવી પહોંચ્યા અને બધાને ઘેરી લઈને પકડી લીધી. જે રસ્તામાં ભેગા થયા હતા તે કહેવા લાગ્યા કે
અમે ગાયે ચોરી નથી, અમે તે રસ્તામાં ભેગા થયા હતા, મુસાફરોએ કહ્યું કે “અમે તે આ બાજુથી આવીએ છીએ અને અહીં વિસામે લેવા બેઠા છીએ સીપાઈઓએ તેમનું કંઈ સાંભળ્યું નહિ અને બધાને મારી નાખ્યા. ચેરી નહિ કરવા છતાં રસ્તામાં ભેગા થયેલા પણ ચોરેની સાથે મૃત્યુ પામ્યા.
આ દષ્ટાંતમાં ચેરને રસ્તામાં અને ભેજન વખતે જે મુસાફર મળ્યાં. તેમાં પણ જે ભેજન કરવામાં ન હતા પરંતુ માત્ર પીરસવામાં હતા, તેઓને પણ સિપાઈઓએ પકડ્યા અને મારી નાખ્યા. તેમ અહીં પણ જે સાધુઓ બીજા સાધુઓને આધાકર્મી આહાર આપે છે, તે સાધુએ નરકાદિ ગતિના હેતુભૂત કર્મથી બંધાય છે. તે પછી જેઓ આધાકમ આહાર વાપરે તેમને બંધ થાય તે માટે શું કહેવું.? - નરકગતિના કારણરૂપ કર્મબંધથી બચવા માટે આધાકમી આહાર સાધુએ જાતે વહેંચ પણ ન જોઈએ.
ચારના સ્થાને, આધાકમ આહારનું નિમંત્રણ કરનાર સાધુઓ.
ગાયના માંસનું ભક્ષણ કરનાર ચારે અને મુસાફરોના સ્થાને, જાતે આધાકમ આહાર ગ્રહણ કરેલ સાધુ અને નિમત્રણથી વાપરવા બેઠેલા સાધુઓ.