________________
જ્ઞાનધાર .
હું?
* કાળથી ? એટલાજ ક્ષેત્રમાં ભૂતકાળ તથા ભવિષ્યકાળના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ભૂતકાળ તથા ભવિષ્યકાળના સંજ્ઞીજીવના મનરૂપે પરિણમેલા મૂર્ત દ્રવ્ય જઇ શકે.
દ્રવ્યથી ? એટલા જ ક્ષેત્રમાં રહેલા મને વર્ગણારૂપ દ્રવ્યને જોઈ શકે.
ભાવથી : ચિંતનને અનુરૂપ પરિણમેલા મને વર્ગણારુપ દ્રવ્યના પર્યાને જોઈ શકે. ચિંતનીય, બાહ્ય, રુપી કે અરૂપી ત્રણે કાળમાં રહેલાં છતા પદાર્થને અનુમાનથી જ જાણે છે, જેમ આ પ્રમાણે મને વર્ગણના પુદ્ગલે પરિણમ્યા છે તેથી આની આ પ્રમાણે જ વ્યાપ્તિ થાય છે માટે આ જ પદાર્થ ચિંતવ્યો છે. જેમ લેખમાં અક્ષર જેવાથી તેમાં કહેલા ભાવાર્થને પ્રત્યક્ષ કરાય છે તેમ મને દ્રવ્યથી વિચાર અર્થનું અનુમાન થાય છે. પણ મનને સાક્ષાત જાણતા નથી. - તેમાં ઋજુમતિને બાહ્ય અને અત્યંતરરુપ, બંને પ્રકારને વિષય અસ્પષ્ટ, અલ્પતર હોય છે. જ્યારે વિપુલમતિને તે જ વિષય વિશેષ પ્રકારે હોય છે.
એ પ્રમાણે મનપર્યવજ્ઞાન ભેદે પૂર્વક કહ્યું. કેવલજ્ઞાન તે સર્વ આવરણને ક્ષય થવાથી થતું હોવાથી તેના ભેદે હતા નથી. કેવલ જ્ઞાન ભેદ રહિત પણે એકજ છે. ક્ષાયો પશમિક જ્ઞાનેમાં પિતાના આવરણના ક્ષેપશમની વિચિત્રતાથી ભેદે સંભવે છે. જ્યારે કેવલજ્ઞાનમાં દરેક પ્રકારના આવરણને ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ ક્ષાયિક કેવલજ્ઞાનમાં ભેદોની સંભાવના ક્યાંથી હોય ?
એ પ્રમાણે સંક્ષેપથી પાંચ જ્ઞાનેનું નિરૂપણ કર્યું. " જ્ઞાનો કહ્યો છતે તેના પ્રતિપક્ષીરૂપ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન રૂપ ત્રણ અજ્ઞાનેનું પણ નિરૂપણ કરવું.
મિથ્યાદષ્ટિનું મતિજ્ઞાન પણ મતિઅજ્ઞાન છે. શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પણ વિર્ભાગજ્ઞાન રૂપ છે. પ્ર. મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને પણ અજ્ઞાન કેમ કહો છો? ઉ. જ્ઞાનનું તત્વની જાણકારી એ કાર્ય (ફળ) છે. અને તે ફળ મિથ્યાદ્રષ્ટિને હતું જ નથી.
જ્ઞાનનું જે કાર્ય “તત્વવગમ રૂપ” ફળ-મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન ન કરી શકતું હોવાથી તે જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાન ન હોવા બરાબર હોવાથી અજ્ઞાન કહેવાય છે. જેમ પુત્ર હોય પણ તે સેવા ભક્તિ રૂપ કાર્ય ન કરતે હોવાથી ન હોવા બરાબર ગણાય છે. કઈ પદાર્થ પિતાનું કાર્ય ન કરી શકવાથી તે પદાર્થ ન હોવા બરાબર ગણાય છે તેમ મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન પણ તત્તાગમ રુપ કાર્ય ન કરતું હોવાથી અજ્ઞાન ગણાય છે. હવે આ જ્ઞાન અને અજ્ઞાનમાં ગુણસ્થાન રૂપ જીવસમાસે વિચારાય છે. मझ्सुय मिच्छा साणा विभंग समणे य मीसए मीसं । सम्मछऊमाभिणि सुओहि विरयमण केवलसनामे ॥६५॥