SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ જીવસમાસ , ગાથાર્થ-મિથ્થા દષ્ટિ, સાસ્વાદન ગુણસ્થાનકમાં સામાન્યથી મતિઅજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોય છે. સમનસ્ક મિથ્યાદષ્ટિ અને સાસ્વાદનમાં વિલંગ જ્ઞાન સહિત ત્રણ અજ્ઞાન હોય છે. મિશ્ર ગુણસ્થાને મતિમુતાવધિરાનાજ્ઞાન રૂ૫ મિશ્ર હોય છે. સમ્યકત્વથી ક્ષીણમાહ સુધી મતિશતાવધિ સંપ ત્રણ જ્ઞાન છે. વિરતથી ક્ષિણમાહ સુધી મતિધૃતાવધિ મન:પર્યવરુપ ચાર જ્ઞાન છે અને સગી અગી કેવલીઓને પિતાના નામ સમાન કેવલજ્ઞાન રૂપ એક શાન છે (૬૫) ટીકાથ–પદના એક દેશથી સમસ્ત પદ જણાય” એ ન્યાયથી મતિથત પદે વડે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન રૂપ બે અજ્ઞાને, ત્રસ, સ્થાવર, સમનસ્ક અમનસ્ક રૂપ સર્વ પ્રકારના મિથ્યાદ્રષ્ટિ તથા સાસ્વાદન રૂપ બે જીવસ માસમાં હોય છે. વિર્ભાગજ્ઞાન સહિત ત્રણ અજ્ઞાન તે જ મિથ્યાદ્રષ્ટિ સાસ્વાદનીમાં પણ સમનસ્કોમાં જ (સંજ્ઞી) હોય છે. ગાથામાં જ કાર એવકાર અર્થમાં છે. અસંશીઓને તે ભવના કે પરભવના વિલંગજ્ઞાનને અસંભવ છે. સાસ્વાદન સમ્યગદ્રષ્ટિને સમ્યક્ત્વને અંશ કેઈકમાં હેય પણ છે, છતાં પણ અનંતાનુબંધિના ઉદયથી દૂષિત હવાના કારણે અજ્ઞાની તરીકે જ એમણે ગણ્યા છે. સમ્યકૃમિથ્યાદ્રષ્ટિ રૂપ મિશ્ર ગુણઠાણે મતિકૃતાવધિ રૂપ ત્રણે જ્ઞાનાજ્ઞાન રૂપ મિશ્ર હોય છે. આ વાત વ્યવહાર નયને આશ્રયી આ પ્રમાણે કહ્યું છે. કેમકે વ્યવહાર નય પૂલપણે માને છે. જેમ આ ગુણઠાણ વાળા છ એકાંતે મિથ્યાત્વી નથી તેમ એકાંતે સમ્યફદ્રષ્ટિ પણ નથી. પરંતુ સમ્યકૃમિથ્યાદ્રષ્ટિ રૂ૫ મિશ્ર છે તેથી એમનું મશ્રિત અવધિરૂપ ત્રણે જ્ઞાન પણ એકાંતે જ્ઞાન નથી પરંતુ જ્ઞાનાજ્ઞાન રૂપ મિશ્રજ્ઞાન છે. - નિશ્ચયનય તે સગબે તે જ્ઞાન એમ માને છે. તે સમ્યગ બંધમાં જરા અંશ માત્ર પણ સમ્યગભાવથી દૂષિત થાય તો તે સર્વ અઝન જ છે. જેમ અંશમાત્ર પણ ઝેરથી સ્પર્શાવેલ અને બધું ઝેર જ ગણાય છે. જરાપણ અશુચિથી ખરડાયેલા પાણી વગેરે અપવિત્ર જ ગણાય છે. તેમ અલ્પ પણ મિથ્યાત્વથી દૂષિત જ્ઞાન પણ અજ્ઞાન જ કહેવાય. તેથી મતિઋતાજ્ઞાન તેમજ વિર્ભાગજ્ઞાન રૂપ ત્રણે અજ્ઞાને જ હોય. મિશ્ર ન હોય. બીજા સર્વગ્રંથમાં મોટાભાગે મિશ્રદ્રષ્ટિઓને અજ્ઞાની જ કહ્યા છે. સમ્યફદ્રષ્ટિથી ક્ષણ સુધીના નવગુણસ્થાનકમાં મતિધૃતાવધિ રૂ૫ ત્રણ જ્ઞાને હોય છે. પ્રમત્ત સંયત ગુણસ્થાનકથી ક્ષણ સુધી સાત ગુણસ્થાનકેમાં મન:પર્યવ સહિત ચાર જ્ઞાને હોય છે. મન:પર્યાવજ્ઞાનની ઉત્પત્તિ અપ્રમત ગુણસ્થાનકે જ હોય છે. છતાં ઉત્પન્ન થયેલ અપ્રમત્તે કાળાંતરે પ્રમત્ત પણ થાય છે, માટે પ્રમત્ત ગુણઠાણે તેની સંભાવનાને બાધ નથી. સમાન નામ છે જેમના એવા સમાન કેવલિઓમાં કેવલજ્ઞાન હોય છે. અહિં મત્વથી પણ વડે એટલે વેગવંત અને અગવંતપણુ વડે સમાન નામપણું રહેતું નથી એમ ન કહેવું, કારણ કે અહિં તે બે ભેદની વિવક્ષા કરી નથી. તે ભેદે તે સગીઅયોગી રૂપ ગુણસ્થાનકેની અપેક્ષાઓ છે, જ્યારે કેવલજ્ઞાન તે આ બંને ગુણસ્થાને પ્રાપ્ત થાય છે (૬૫) જ્ઞાનદ્વાર કહ્યું. હવે સંયમદ્વાર કહે છે.
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy