________________
માનદ્વારે
अंग पविट्ठियर सुय ओहि भवे पतिगुणं च विन्नेयं । सुरनारएसु य भवे भवं पति सेसमियरेसुं ॥६३॥
૬૯
ગાથાય : અગપ્રવિષ્ટ અને અગમાદ્ય એમ એ પ્રકારે શ્રુતજ્ઞાન છે, અવધિજ્ઞાન ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક એમ બે પ્રકારે જાણવુ. ધ્રુવ અને નારકામાં ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. અને બાકીનામાં ગુણપ્રત્યયિક હાય છે.
ટીકા : આચારાંગ વગેરે અંગારૂપ અંગપ્રવિષ્ટ અને ઉત્તરાધ્યયન, દશવૈકાલિક અને આવશ્યક વગેરે રૂપ અંગબાહ્ય એમ બે પ્રકારે શ્રુતજ્ઞાન છે.
અવધિજ્ઞાન ‘ પણ ભવપ્રયિક અને ગુણપ્રત્યયિક એમ બે પ્રકારે છે. તેમાં દેવામાં અને નારકામાં ભાવ પ્રત્યેયિક જ અવધિજ્ઞાન થાય છે દેવ અને નરકભવમાં જન્મ એજ અવધિજ્ઞાન માટે કારણ છે. નહિં કે તપ વગેરે ગુણેા, તે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય. દરેક અધિજ્ઞાનમાં અવિધજ્ઞાનાવરણને ક્ષયે પશમ એજ કારણ છે. છતાં પણુ તે ક્ષયાપશમ દેવલાકમાં અને નરકામાં જન્મ પછી તરતજ થાય છે. તપ વગેરે ગુણાની અપેક્ષા વગર જેમ પક્ષીઓને આકાશમાં ઉડવાની શક્તિની જેમ, તેમ દેવનારકાને પણ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન થાય છે.
ખીજાતિ ચા અને મનુષ્યને ખાકી રહેલ ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન થાય છે. (૬૩) બીજી રીતે પણ અવધિજ્ઞાનના ભેદો કહે છે, '
अणुगामि अवयि हीयमाणमिइ तं भवे सपडिवक्खं । ऊज्जुमई विऊलमई मणनाणे केवलं एक ॥६४॥
ગાથાથ ઃ અનુગામિ, અવસ્થિત, અને હીયમાન અને એના પ્રતિપક્ષીસંદ્ભુત છ પ્રકારે અવધિજ્ઞાન છે. ઋન્નુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારે મનઃપય જ્ઞાન, તથા કેવલજ્ઞાન એક ભેદે છે. (૬૪) ટીકા-અનુગામી, અવસ્થિત, હીયમાન એના પ્રતિપક્ષી અનનુગામી, અનવસ્થિત અને વમાન એમ છ પ્રકારે અવધિજ્ઞાન છે ૧ જે ક્ષેત્રમાં રહે છતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય ત્યાંથી બીજા ક્ષેત્રમાં જાય ત્યારે આંખની જેમ સાથે જ જાય તે અનુગામ અધિજ્ઞાન કહેવાય. ૨ એનું પ્રતિપક્ષી અનનુગામી જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયુ હોય ત્યાંથી ખીજા પ્રદેશમાં જાય ત્યારે ભીંત વગેરેમાં ફીટ કરેલા દીવાની જેમ સાથે ન જાય, ૩ જે અવધિજ્ઞાન લબ્ધિ, ઉપયોગ અને આધાર વડે પેાતાના સ્વભાવથી ચલિત ન થાય તે અવસ્થિત અવધિજ્ઞાન છે,