________________
ટ
જીવસમાસ
આ વ્યંજનાવગ્રહુ વિષયની સાથે સંબધ રહિત એવા અપ્રાપ્યકારી આંખ અને મન વગર ચાર ઈન્દ્રિયાના ભેદથી ચાર પ્રકારે છે. વ્યંજનાવગ્રહમાં ઇન્દ્રિયના અને પદાર્થના સંબધ હાય છે.
૨ અર્થત ત્તિ અર્થ: પદ્મા તરફ જે જાય તે અ. શબ્દ, રૂપ, રસ, ગંધ વગેરે અર્થા એટલે પદાર્થીમાંથી કાઈપણ એક અર્થનું અનિયતપણે સામાન્યરૂપથી જે ગ્રહણ કરાય તે અર્થાવગ્રહ. આ જ્ઞાન પણ અવ્યક્ત જ્ઞાન જ છે. તે મન અને પાંચ ઇંદ્રિય સહિત છ પ્રકારે ઉત્પન્ન થતુ હોવાથી છ પ્રકારે છે. સૂત્રકાર પણ કહે છે કે પાંચ ઇંદ્રિયા અને છઠ્ઠા મન રૂપ કારણુ વડે જે ઉત્પન્ન થાય તે અર્થાવગ્રહ, તે છ પ્રકારે જાણવા. ’ આ એ માં પ્રથમ વ્યંજનાગ્રહ અને પછી અર્થાવગ્રહ એ પ્રમાણે ક્રમ છે. ગાથામાં જે વ્યુત્ક્રમ છે તે સૂત્રકાર વડે ગાથાબંધ (છંદ) ની અનુકુળતા વગેરે કોઈપણ કારણથી આ પ્રમાણે વિપરીત ગ્રહણ કરાયુ છે એમ વિચારવું
તે પછી આભિમાધિક જ્ઞાનના ઈડા, અપાય અને ધારણાના ભેઢા પણ દરેક પાંચ ઈંદ્રિય અને મન વડે જ ઉત્પન્ન થતા હોવાથી છ છ પ્રકારે જાણવા.
?
:
૩ અર્થાવગ્રહ વધુ ગ્રહણ થયેલા જ થડ વગેરે પદાર્થીને પણ આ શુ' છે ? થડ છે કે પુરૂષ ? આવા પ્રકારની પદા ધર્મના સશોધનાત્મક જ્ઞાનની જે ચેષ્ટા તે ઈહા કહેવાય છે. અથવા તે • આ જગલ છે, સૂર્ય આથમી ગયા છે. માટે હાલમાં અહિં માનવની સંભાવના નથી, આ પક્ષી વગેરેથી સેવાઇ રહ્યું છે, માટે આસ્થાણુ છે.’ આ પ્રમાણે અન્વય ધર્મ ઘટવાથી અને વ્યતિરેક ધર્મ દૂર થવા રૂપ નિશ્ચય સન્મુખ લઈ જતું જે જ્ઞાન વિશેષ તે ઇહા.
૪ ઇહિત કરેલી વસ્તુઓને ‘આ પદાર્થ સ્થાણુ જ ' એવા પ્રકારનાં નિશ્ચયાત્મક એધવિશેષ તે અપાય.
૫ એ પ્રમાણે નિશ્ચય કરેલા પદાર્થને, અવિચ્યુતિ, વાસના, સ્મૃતિરૂપ એમ ત્રણ પ્રકારે ધારે તે ધારણા કહેવાય છે.
૧ અપાય વડે નિશ્ચિત કરેલ ઘડા વગેરેના ઉપયોગને અંત હુત કાળ માત્ર ધારી રાખવું તે અવિચ્યુતિ કહેવાય છે.
૨ એક વખત નિશ્ચિત કરેલા ઘડા વગેરે પદાર્થ ને સખ્યાત કાળ કે અસંખ્યાત કાલ સુધી અથવા ફરી જોવાથી તેના નિશ્ચયરૂપ જે સંસ્કાર તે વાસના.
૩ પૂર્વીમાં જોયેલા પદાર્થીને કાળાંતરમાં ફરી જે સ્મરણ કરાય તે સ્મૃતિ. એ પ્રમાણે ધારણા ત્રણ પ્રકારે છે. (૧૨)
આ પ્રમાણે સ‘ક્ષેપથી મતિજ્ઞાનના ભેદ્દે કહ્યા.વિસ્તારથી તે બધાય ભેટ્ટ આવશ્યક વગેરેથી જાણી લેવા. હવે શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના ભેદ્યનુ નિરૂપણ કરે છે.