SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગાકાર - ૫૭. - सच्चे असच्चमोसे सण्णी उ सजोगी केवली जाव । सण्णी जा छउमत्थो सेसं संखाइ अंतवउ ॥५६॥ ગાથાર્થ : સત્ય અને અસત્યમૃષાગ સંજ્ઞી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી સગી કેવલી સુધી હોય છે, બાકી રહેલ યોગો અસત્ય અને સત્યાસત્ય રૂપ બે ગે સંક્ષી મિથ્યાષ્ટિથી ક્ષીણમોહ ગુણસ્થાનરૂપ છઘસ્થ ગુણસ્થાનકમાં હોય છે. શંખ વગેરે અસંજ્ઞા વિરલેન્દ્રિયને અસત્યાસષા વચનરૂપ છેલો યોગ હોય છે.(પ૬) ટીકાર્ચ : સત્ય મોગ તથા વચનગ તેમજ અસત્યામૃષા મગ અને વચનગ રૂપ બે સંજ્ઞી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી લઈ સગી કેવલી ગુણસ્થાનક સુધી હોય છે. કારણકે એકેન્દ્રિયાને મનગ અને વચનગ બિલકુલ હોતા જ નથી. બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને વચનગ હોય છે, પણ તે ફક્ત અસત્યામૃષા રૂપ એકજ વેગ હોય છે અને તે આ ગાથામાં કહ્યો છે. આથી બાકી રહેલા સંજ્ઞીજીને ગ્રહણ કરવા માટે સંશી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભીને કહ્યું છે. અને અગી કેવલીઓ બિકુલ યોગ રહિત જ છે માટે સગી કેવલી સુધી કહ્યું. ' - બાકી રહેલ અસત્ય મગ તથા વચનગ અને સત્યાસત્ય મનેયેગ તથા વચનગ એ ચાર યોગે સંજ્ઞી મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી લઈ છદમસ્થ ક્ષીણમેહ ગુણસ્થાનક સુધી હોય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચૌરિંદ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં આ ગે નથી ગણ્યા, તેનું કારણ પૂર્વમાં કહેલ છે તે જ જાણવું. આ ચારે બે રાગ દ્વેષ, અજ્ઞાન, અનુપગવાળા આત્માઓને હોય છે. તે રાગ વગેરે સગી કેવલીઓને સંપૂર્ણ નાશ થયા છે. માટે તે છોડી છદ્મસ્થ ક્ષીણમેહ ગુણસ્થાન સુધી કહ્યું છે. પ્ર. મિથ્યાપ્તિથી પ્રમત્તગુણસ્થાન સુધી આ ચાર ગો સંભવી શકે છે, કારણ ત્યાં અવિશુદ્ધિ હોવાથી. પણ જે અપ્રમત્તથી ક્ષીણમેહ સુધી અત્યંત વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ અધ્યવસાયે હોવાથી કેવી રીતે અસત્ય વગેરે ચાર ગો સંભવી શકે? ઉ. સાચી વાત છે. પરંતુ આ જીને પણ જ્ઞાનાવરણને ઉદય હજુ પણ હોય જ છે. જ્ઞાનાવરણના ઉદયથી અનાગ વગેરેને સંભવ હોઈ શકે. તે અનાગથી અસત્ય યોગ અવશ્ય હોઈ શકે. આથી જ ક્ષીણમેહમાં છદમસ્થ અવસ્થાના કારણે અસત્યપણને સંભવ છે. તે પછી બાકીના સ્થાનમાં શું વાત કરવી? આથી આ ચાર ગની અપ્રમત્ત વગેરે છ ગુણસ્થાનોમાં સંભાવના હોવાથી વિધિ આવતું નથી. આથી કહ્યું છે કે 'नहि नामानामोगाच्छद्मस्थस्येह न भवति स्खलितम् - મણિ જ્ઞાનાવર જ્ઞાનાવરા સ્વભાવે હિ ! ()
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy