________________
કાયદ્વાર
બેઈદ્રિય વગેરે જીવે ક્યા છે? તે કહે છે. संखा गोम्मि भमराइया उ विगलिंदिया मुणेयव्वा ।
पंचिदिया य जलथलखहयर सुरनारय नरा य ॥३९॥ ગાથાર્થ : શંખ વગેરે, કાનખજુરા વગેરે, ભમરા વગેરે વિકલેન્દ્રિય જાણવા, પંચેન્દ્રિ
જલચર, સ્થળચર, ખેચર, દેવ, નારક અને મનુષ્ય રૂપે છે. (૩૯) દીકર્થ : અહિં આદિ શબ્દ શંખ વગેરે દરેક સાથે જોડવો. શંખ વગેરે બેઈદ્રિય, કાનખજુરા વગેરે તેઈદ્રિય, ભમરા વગેરે ચરિંદ્રિય જી વિકસેંદ્રિય જાણવા. જેઓ સકલેંદ્રિય રૂપે પહેલા કહ્યા છે તે જળચર એટલે પાણીમાં ફરનાર મગર, માછલા વગેરે રાણવા. ગાય, રેઝ વગેરે સ્થળચર જાણવા, કાગડા, બગલા વગેરે પક્ષીઓ ખેચર જાણવા. ભવનપતિ વગેરે દેવે, રત્નપ્રભા વગેરેમાં ઉત્પન્ન થયેલ નારકે અને કર્મભૂમિ વગેરેમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય પંચેન્દ્રિય રૂપે જાણવા.
- આ પ્રમાણે પૃથ્વીકાય વગેરે દેથી છ પ્રકારના જીવસમુદાય રૂપ કાયદ્વારની પ્રરૂપણ પ્રસંગનુસારે કહી. તે કાયદ્વારમાં સમસ્ત જીવની સાતિરેક કોટા કેટી કુલકેડી, સંવૃત, વિવૃત ભેદે વાળી ચેર્યાશી લાખ જીવની, છ સંઘયણે, છ સંસ્થાને વગેરે ભાવેને સંભવ છે. તે ભામાંથી કુલટી વિગેરે વિશેષ પ્રકારે, શિષ્યને કંઈક ઉપકાર માટે પ્રસંગનુસારે કહે છે!
बारस सत्त य तिन्नि य सत्तय कुलकोडि सयसहस्साई ।
नेया पुढविदगागणिवाऊणं चेव परिसंखा ॥४०॥ ગાથાર્થ : ૧૨ લાખ, સાત લાખ, ત્રણલાખ અને સાત લાખ કુલટીરૂપ સંખ્યા અનુક્રમે
પૃથ્વીકાય અપકાય તેઉકાય અને વાયુકાયની જાણવી, () ટીકા- અહિં દિ શતાજ બાર વગેરે દરેકને જોડવે. પૃથ્વીકાયની બારલાખ કુલકેટી, સાત લાખ કુલકેડી અપકાયની, ત્રણ લાખ કુલકેડી તેઉકાયની છે, વાયુકાય સાત લાખ કુલકડી રૂપે જાણવા.
कुलकोडि सयसहस्सा सत्तट्ठ य नव य अठवीसं च । बेइंदिय तेइंदिय चउरिदिय हरियकायाणं ॥४१॥ अद्ध तेरस बारस दस दस कुलको डि सयसहस्साई । जलयर पकिख चउप्पय उरभुय सप्पाण नव हुंति ॥४२॥