________________
૩૮
સમાસ
ઉ. : અહિ' પ્રત્યેક અને અન તકાય વનસ્પતિનું ગ્રહણ કરવાનુ છે, પ્રત્યેક એટલે દરેક જીવને પોતાનું અલગ અલગ શરીર હોય તે.
મગ વગેરે પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. જે શરીર જે જીવનું હોય તે ખીજનું હાતુ નથી. દરેકના શરીર અલગ હાવા છતાં એક સમાન દેખાય, સરસવ વાટમાં જેમ દરેક સરસવ અલગ છે તેમ અહિં સમજવું, કહ્યું છે કે જેમ બધા સરસવાના મળવાથી સરસવની વાટ મળે છે તેમ પ્રત્યેક વનસ્પતિના જીવેાના શરીરના સમુદાય સમજવા (૧) જેમ ઘણા તલેા મળવાથી તલપાપડી અને છે તેમ પ્રત્યેક જીવેાના શરીરને સમુદાય થાય છે. (ર) અનંત જીવાનુ એક શરીર જે વનસ્પતિઓમાં હોય છે તે અનંતકાચા હોય છે. આ પ્રત્યેક અને અનંતકાય વનસ્પતિઓના મૂળ, ઔજ વગેરે ભેદ્દે સભવે છે (૩૪)
કદ વગેરેની પ્રધાનતાથી વનસ્પતિના ભેદ કહે છે
कंदा मूला छल्ली कट्ठा पत्ता पवाल पुष्प फला । गुच्छा गुम्मा वल्ली तणाणि तह पव्वया चैव ॥ ३५ ॥
ગાથા :-કદ, મૂળ, છાલ, લાકડું, પાંદડાં, અંકુર, ફૂલ, ફળ, ગુચ્છા, ગુલ્મા, વેલડી, ઘાસ, પજ વગેરે વનસ્પતિના ભેદો છે. (૩૫)
ટીકા : જેમાં કંદની પ્રધાનતા છે તે વનસ્પતિ કદ-વનસ્પતિ કહેવાય, તે સુરણ વગેરે છે. તે સુણ્ વગેરેમાં કંજ ઘણા જીવા છે તે જ લાકમાં ઘણા ઉપકારી છે. તેમાં એકનો વિનાશ કરવા જતા તેની સાથે સ ંબંધિત બીજી વનસ્પતિને પણ વિનાશ થાય છે. આ પ્રમાણે બીજી વનસ્પતિઓમાં જ્યાં જેના સંભવ હાય ત્યાં તેની પ્રધાનતાનું કારણ વિચાર લેવુ.
એરડા વગેરે મૂળ પ્રધાન વનસ્પતિ છે. કેળ વગેરે છાલ (ચામડી) પ્રધાન વનસ્પતિ છે. ખાદિર વગેરે કાષ્ઠ એટલે છાલમાં રહેલ લાકડું' પ્રધાન વનસ્પતિ-કાòપ્રધાન વનસ્પતિ છે. નાગરવેલ વગેરે પત્રપ્રધાન વનસ્પતિ છે. પ્રવાલ (અકુરા) પ્રધાન અશાક વગેરે વનસ્પતિ છે. ફૂલપ્રધાન વનસ્પતિ જાઈ વગેરે છે. ખેરડી વગેરેના ઝાડ ફળ પ્રધાન વનસ્પતિ છે. ગુચ્છ એટલે સમુદાય એકજ જગ્યાએ ઘણાનું ઉગવું તે વેગણ વગેરે વનસ્પતિ ગુચ્છપ્રધાન કહેવાય છે. જે જગ્યાએ એક ઉગેલી વનસ્પતિના મૂળમાં, બીજી ઘણી લતા ઉગવાથી અત્યંત ગાઢ જે લત્તાજાલ થાય તે ગુલ્મ કહેવાય. તે નવમાલિકા વગેરે ગુલ્મપ્રધાન વનસ્પતિ કહેવાય. કાકડી વગેરે વેલડી પ્રધાન વનસ્પતિ છે. શ્યામાક વગેરે ઘાસપ્રધાન વનસ્પતિ છે. પવ' એટલે સધીગાંઠ તે પ્રધાન શેરડી વગેરે વનસ્પતિ છે.