________________
કાયદ્વાર
-
'૩૭
બાદર અગ્નિકાયના ભેદ જાણવા. સક્ષમ અગ્નિકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે જ માત્ર ભેદો છે. (૩૨)
હવે બાદર વાયુકાયના ભેદો કહે છે.” वाउभामे ऊलि मंडलिगुंजा महाघणतणू या ।
वण्णाईहि य भेया सुहमाण नत्थि ते भेया ॥३३॥ ગાથાર્થ : ઉદ્દભ્રામક વાયુ ઉત્કલિકા વાયુ વાળ વાયુ ગુંજનવાયુ, મહાવાયુ, ઘનવાત,
તનવાત વગેરે વેણુદિ ભેદથી અનેક પ્રકારે બાદરવાયુ કાયના ભેદ જાણવા. સૂક્ષ્મ વાયુકાયના ભેદો નથી. (૩૩)
ટીકાર્થ : અહિં કહેલા ભેદે સિવાય મંદવા/ પવન ઊ' વાવા માંડે ત્યારે તે ઉદ્ભ્રામકવાત કહેવાય છે. જે રહી રહીને વાયુ વાય તે ઉકાલિકા વાયુ કહેવાય. વંટોળીયા રૂપે જે પવન વાય તે મંડલીક વાયુ કહેવાય. જે પવન ગુંજારવ કરતો વાય તે ગુંજા વાત કહેવાય. વૃક્ષો વગેરેને નાશ કરતે જે પવન વાય તે મહાવાત ઘનવાત અને તનવાત તે ઘનેદવિના આધાર રૂપ પ્રસિદ્ધ છે, વાત શબ્દ અહિ ક્રમ પ્રાપ્ત બધાને જોડ. - સંવર્તક વગેરે ભેદે પણ બીજા ગ્રંથમાં કહેલા દેખાય છે. તે ભેદોને અહિંgવાત શબ્દ વડે સંગ્રહ થઈ જાય છે એમ જાણવું. સંવર્તક વાયુ બહાર રહેલા પણ ઘાસ વગેરેને એકઠા કરી કે બીજા ક્ષેત્રમાં ફેંકે તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેના ભેદોથી બાદરવાયુકાયના અનેક ભેદો જાણવા. સહમ વાયુકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત સિવાય બીજા ભેદે નથી (૩૩)
* બાદર વનસ્પતિકાયના ભેદો કહે છે. . . मुलग्ग पोरबीया कंदा तह खंधवीय बीयरुहा ।
संमुच्छिमा य भणिया पत्तेय अणंतकाया य ॥३४॥ ગાથાર્થ ઃ મૂલબીજ, અબીજ, પર્વબીજ, કંદબીજ, સ્કંધબીજ, બીજરુહ, સમછિમ
વાળી વનસ્પતિઓ પ્રત્યેક અને અનંતકાય રૂપે એમ બે પ્રકારે બાબર વન.
સ્પતિ છે. (૩૪) 1 ટીકાર્થ : જે વનસ્પતિનું મૂળ એ જ બીજ છે તે કમળનું કાંડ, કેળ વગેરે મૂળબીજ છે, જેને અગ્રભાગ જ બીજ છે તે કરંટક નાગવેલ વગેરે અગ્રબીજ છે. જેને પર્વ એટલે ગાંઠ જ બીજ છે તે શેરડી વગેરે પર્વબીજ કહેવાય છે. જેનો કદી બીજ છે તે સરણ વગેરે કંદબીજ કહેવાય. જેને સ્કંધ એટલે થડ જે બીજ છે તે શલકી પારિભદ્ર (વનસ્પતિ વિશેષ) વગેરે સ્કંધબીજ છે. જે બીજવડે ઉગનારી વનસ્પતિ જેમકે ડાંગર, ઘઉં, મગ વગેરે તે બીજરૂહ છે. તેવા પ્રકારના પ્રસિદ્ધ બીજેના અભાવથી ઉપર ભૂમિ વગેરેમાં પણ જે સ્વયં ઉત્પન્ન થાય તે ઘાસુ વગેરે સંમૂચ્છિમ વનસ્પતિ કહેવાય. પ્ર. : મૂળબીજ વગેરે ભેદે વડે અહિં કઈ વનસ્પતિને સ્વીકાર કરે ?