________________
જીવસમાસ હવે બાદર અપકાયના ભેદનું નિરૂપણ કરે છે. ओसा य हिमं महिगा हरतणु सुद्धोदए घणोए य ।
वण्णाईहि य भेया सुहमाणं नत्थि ते भेया ॥३१॥ ગાથાર્થ – ઝાકળ, હિમ, ધૂમ્મસ, લીલી ચાર (લીલું ઘાસ) વગેરે પર લાગેલું પાણી શુદ્ધ
પાણુ ઘનોદધિ વગેરે ભેદો વર્ણ વગેરેના ભેદેથી અનેક પ્રકારે બાદર અપકાયના
જાણવા, સુમિ અપકાયના ભેદો નથી. (૩૧). ટીકાર્યું–શરદ વગેરે તુમાં પાછલી રાતે થતાં સહમ વર્ષારૂપથી પડતું પાણી જે લોકમાં ઝાકળ રૂપ કહેવાય છે, હિમ-બરફ, મહિકા એટલે ગર્ભ માસમાં સૂક્ષમવૃષ્ટિ રૂપ ધૂમ્મસ, હરતનુ ભીની માટીમાંથી નિકળીને વનસ્પતિના અગ્રભાગે બિંદુરૂપ રહેલ પાણી, સમુદ્ર, સરોવર વગેરેના ઘણા મધ્યભાગમાં રહેલ પાણી, ઘોદક એટલે ઘનેદધિનું પાણી. અહિં દશવૈકાલિક વગેરેમાં ગ્રહણ કરેલ, નક, આકાશનું પાણી, કરા વગેરે પણ ઉપલક્ષણથી સમજવા. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેના ભેદથી પણ બાદર અપકાયના ભેદો જાણવા. સહમ અપકાયના પર્યાપ્તાપર્યાપ્ત સિવાય ભેદે નથી. (૩૧)
હવે બાદર તેઉકાયના ભેદોનું નિરૂપણ કરે છે. • इंगाल जाल अची मुम्मुर, सुद्धागणी य अगणी य ।
वण्णाईहि य भेया सुहुमाणं नत्थि ते भेया ॥३२॥ ગાથાર્થ : અંગાજવાલા, અર્શી, મુમ્ર, શુદ્ધાગ્નિ, અગ્નિ વગેરે વર્ણ વગેરેના ભેદથી
અનેક પ્રકારના બાદર અગ્નિકાયના ભેદો જાણવા. સૂક્ષ્મ તેજસ્કાયના ભેદો
નથી. (૩૨) ટીકા : બળતા લાકડાનો ધૂમાડા રહિત જે દેવતા તે અંગારે, અન્ય આચાર્યના મતે લેખંડ વગેરેમાં પ્રવેશેલ વાળા વગરને અગ્નિ તે અંગાર. અગ્નિ સાથે સંબંધ વાળી જે શિખારૂપ હોય તે જવાલા અને અગ્નિ સાથે સંબંધ વગરની હોય તે અર્ચિ કહેવાય છે. અન્ય આચાર્યો જવાલા અચિનું સ્વરૂપ ઉલટી રીતે પણ જણાવે છે. રાખ સાથે તેમાં રહેલા જે અગ્નિના કણિયા તે મુર્મર કહેવાય છે. વિજળીને અગ્નિ શુધાગ્નિ કહેવાય છે, અથવા ધૂમાડા રહિત બળતા અંગારા પણ શુધાગ્નિ કહેવાય છે. એમ અન્ય આચાર્યો માને છે. ઉપર કહેલા ભેદે સિવાય મહાનગરને દાહ અથવા ઇંટના નિભાડા વગેરે પણ અગ્નિ કહેવાય એમ અન્ય આચાર્યો માને છે. અહિં વિષયમાં ઉપલક્ષણથી ઉત્સુક ઉલ્કા-વગેરેને અગ્નિ જાણ. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેના ભેદથી પણ