________________
કાયદ્વાર -
કપ
ભાવ દેખાતો નથી, માટે આ પ્રમાણે કહ્યું છે. જ્યારે ખાણમાં રહેલ ધાતુ અવસ્થામાં સચિત પૃથ્વી હેવા છતાં પણ તેમાં લેખંડ કે તાંબાપણું છે જ. અગ્નિ વગેરે શસ્ત્રોથી મેલ દૂર થવાથી એમનું વિશિષ્ટ સ્વરૂપે પ્રગટ થવા રૂ૫ નો ભાવ પ્રાપ્ત થાય છે. હીરા, હળતાલ, હિંગળક, સુરમ, શાસક (ધાતુ વિશેષ) સૌવિરાંજન, પરવાળા, અબરખ, અબરખની રેતી = અક્ષરથી ફક્ત આટલા જ ખર પૃથ્વીને ભેદ નથી પણ મણિના ભેદો પણ અહિં ગ્રહણ કરવાના છે. (૨૭, ૨૮)
હવે તે મણિના કયા કયા ભેદે છે તે બતાવે છે. गोमेज्जए य रयए अंके फलिहे य लोहियक्खे य । चंदप्पह वेलिए जलकंते सूरकंते य ॥२९॥ गेरुय चंदण वधगे भुयमोए तह मसारगल्ले य ।
वण्णाईहि य भेदा सुहमाणं नत्थि ते भेया ॥३०॥ ગાથાર્થ : ગોમેદ, રુચક, અંક, સ્ફટિક, લેહિતાક્ષ, ચંદ્રપ્રભ, શૈર્ય, જલકાંત, સૂર્યકાંત,
ગરુક, ચંદન વધક, ભુજમેચક, સારંગલ, વગેરે વર્ણાદિક વગેરેથી સર્વ પર
બાદર પૃથ્વીકાયના અનેક ભેદે છે. સૂક્ષ્મ પૃથ્વીકાયના ભેદ નથી. (૨૯-૩૦) ટીકાર્થ–ગોમેદ, રૂચ, અંક, સ્ફટિક, લેહિતાક્ષ, ચંદ્રપ્રભ, વૈર્ય, જલકાંત, સૂર્યકાંત, રુક, ચંદન, વધક, ભુજમેચક, સારગદ્ય વગેરે, સર્વ ખર બાદર પૃથ્વીકાયના ભેદો છે. પ્ર. : બીજા શાસ્ત્રોમાં મણિના ભેદે આ પ્રમાણે કહ્યા છે. ગોમેદ, રુચક, અંક, ટીક,
લેહતાક્ષ, મરકત, મસારગલ્લ, ભુજમેચક, ઇંદ્રનીલ, ચંદન, બૈરુક, હંસક, પુલક, સૌગંધક, ચંદ્રપ્રભ, વૈડૂર્ય, જલકાંત, સૂર્યકાંત જાણવા. તે પછી અહીં આગળ
આ પ્રમાણે શા માટે કહ્યા ? ઉ. ? સાચી વાત છે. પરંતુ એકબીજામાં કઈને કોઈ પ્રકારે કોઈની અંદર સમાવેશ થાય છે. માટે વિરોધ આવતું નથી. તવ તે બહુશ્રુતે જ જાણે છે.
આ ખર બાદર પૃથ્વીકાયના ઉપર કહેલા ભેદ સિવાય બીજા પણ વણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેથી અનેક પ્રકારના ભેદો જાણવા. જે સુક્ષ્મ પૃથ્વીકાયે જે સર્વક વ્યાપી છે. તેઓના શર્કરા-વાલુકા વગેરે રૂપે ગ્રંથમાં કહેલ ઇદ્રિયગ્રાહ્ય ભેદો હોતા નથી. કારણકે તે સુક્ષ્મ છે માટે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે જ ભેદો છે. જે પૂર્વમાં કહી ગયા છે. (૨૯ ૩૦)