________________
પ્રકરણ-૫
કાયદ્વાર પ્રસંગ પામીને ઈન્દ્રિયદ્વાર કહ્યું. હવે કાયદ્વાર કહે છે. पुढविदगअगणिमारूय साहारणकाइया चउया उ ।
पत्तेय तसा दुविहा चोदस तस सेसिया मिच्छा ॥२६॥ ગાથાર્થ:-પૃથ્વી-પાણી-અગ્નિ-પવન-સાધારણ વનસ્પતિકાય ચાર પ્રકારે છે. પ્રત્યેક
વનસ્પતિકાય અને ત્રસ બે પ્રકારે છે. ત્રસકાયને ચૌદ ગુણઠાણું હોય છે.
બાકીનાને માત્ર મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. (ર૬) ટીકાથ–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને નિગોદ સ્વરૂપ સાધારણ વનસ્પતિકાય એ પાંચે ચાર ચાર પ્રકારે છે. જેમકે ૧ પર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાય, ૨ અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાય ૩ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, ૪ અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય, આ પ્રમાણે બાકીના ચારમાં પણ સમજી લેવું. લિંબડે, આબ, મસમ્બી, જાબુ વગેરે રૂપ પ્રત્યેક વનસ્પતિકાય તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય રૂપ ત્રસકાય પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારે છે. આમાં સમ-ભાદર રૂપ ભેદ સંભવતા નથી કારણ કે બદર નામકર્મના ઉદયથી તેઓ બાદર જ હોય છે. આ પ્રમાણે પૃથ્વી આદિ કાના ભેદોની પ્રરૂપણ કરી. હવે તેમાં જીરામાસની વિચારણા કરે છે.
પૂર્વોક્ત સ્વરૂપવાળા ત્રસકાયકેમાં સામાન્ય રીતે ૧૪ ગુણસ્થાનક રૂ૫ ૧૪ જીવસમાસે છે. વિશેષ વિચારણા સ્વયં કરી લેવી. બાકીના પ્રત્યેક વનસ્પતિકાય સુધીના જીમાં મિથ્યાષ્ટિ રૂપ એકજ ગુણસ્થાનક હોવાથી એકજ જીવસમાસ ઘટે છે. કારણકે બાકીના ગુણસ્થાનકેને ત્યાં અભાવ હોય છે. કારણકે તેવા પ્રકારની વિશુદ્ધિને અભાવ હોવાથી. કરણ અપર્યાપ્તા બાદર પૃથ્વીકાય વગેરેમાં સાસ્વાદન સમ્યમ્ દષ્ટિ ગુણસ્થાનક
ને કહેવાનું કારણ આગળ કહી દીધેલ છે (૨૬) પ્ર. બાદર પૃથ્વીકાય વગેરેમાં પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ બે ભેદ બતાવ્યા, તે શું આ બે જ
ભેદ હોય છે કે બીજા પણ ભેદ હોય છે? ઉ. હા, બીજા પણ ભેદ હોય છે. અન્ય ગ્રંથમાં તેના ભેરે વિસ્તારથી કહ્યા હોવાથી અહિ
દિશાસુચન માત્ર કરવાનું હોવાથી બધા ભેદ કહ્યા નથી. પ્ર. : તે ગ્રંથમાં તે ભેદે કેવી રીતે કહ્યા છે ? - ઉ. બાદર પૃથ્વીકાય બે પ્રકારે છે તે આ પ્રમાણે,