________________
જીવસમાસ
જે શક્તિ વિશેષથી રસ રૂપ થયેલ આહારને રસ, લોહી, માંસ, ચરબી, હાડકા, મજજા, શક રૂપ સાત ધાતુ તરીકે પરિણુમાવે તે શરીર પર્યાપ્તિ .
જે શક્તિ વિશેષથી ધાતુરૂપ આહારને ઈન્દ્રિયરૂપે પરિણાવે તે ઈન્દ્રિય પર્યાપ્તિ.
જે શક્તિ વિશેષથી શ્વાસે શ્વાસ વણાના પુદ્ગલેને ગ્રહણ કરી શ્વાસોશ્વાસ રૂપે પરિણાવી છોડે તે શ્વાસે શ્વાસપર્યાદિત
જે શકિત વિશેષથી ભાષાવર્ગણાના દ્રવ્યોને ગ્રહણ કરી ભાષારૂપે પરિણાવી છોડે તે ભાષા પર્યાપ્તિ .
જે શક્તિ વિશેષથી મને વર્ગણાના દ્રવ્યને ગ્રહણ કરી મનરૂપે પરિણુમાવી છે તે મન પર્યાપ્તિ . ગાથાની વચ્ચે રહેલો પર્યાપ્તિ શબ્દ આહાર વગેરે સાથે જોડવાથી છ પર્યાપ્તી થાય છે. પ્ર. શું બધા જીવને બધી પર્યાપ્તીઓ હોય છે ? ઉ. ના, પહેલી ચાર પર્યાપ્તિએ એકેન્દ્રિય જીવને હોય છે. કારણકે તેમને ભાષા અને
મનપર્યાપિત અભાવ હોય છે. વિકલેન્દ્રિયને પાંચ પતિઓ હોય છે, વિલ એટલે મન રહિત છ જાણવા. તે છ બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસશી પંચેન્દ્રિય હોય છે. તેઓને મનને અભાવ હોવાથી મન પર્યાપ્તિ નથી હોતી.
સંજ્ઞી પંચેન્દ્રિને મન હેવાથી તેમને છએ પર્યાપ્તિઓ હોય છે. (૨૫).