________________
ચાર ગતિનું સ્વરુપ
सुरनारएसु चउरो जीवसमासा उ पंच तिरिएसु। मणुयगइए चउदस मिच्छदिट्ठी अपज्जत्ता ॥२२॥
ગાથાર્થ દેવ અને નારકમાં ચાર જીવસમા તીર્યમાં પાંચ જીવસમાસે મનુષ્ય
ગતિમાં ચઉદwવસમાસો અને (લબ્ધિ) અપર્યાપ્તા છોમાં મિથ્યાષ્ટિ જીવસમાસ હેય છે. (૨૨)
ટીકાર્થ-દેવામાં અને નારકમાં એ બંનેમાં મિથ્યાષ્ટિ, સાસ્વાદન, મિશ્ર અને અવિરત સમ્યગદ્દષ્ટિ રૂપ પહેલા ચાર ગુણસ્થાનક રૂપ ચાર જીવસમાસે સામાન્યથી પ્રાપ્ત થાય છે. વિશેષ વિચારણામાં તે પાંચે અનુત્તર દેવેમાં ફક્ત અવિરત સમ્યગદષ્ટિ રૂપ એક જ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. દેવનારકેને અવશ્યમેવ અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય હેવાથી દે અને નારકમાં અંશ પ્રમાણ પણ વિરતિને અસંભવ છે માટે દેશવિરતિ વગેરે ગુણસ્થાનકો પ્રાપ્ત થતા નથી.
તિર્યમાં આગળ કહેલ મિથ્યાત્વ વગેરે ચાર અને દેશવિરતિ ગુણસ્થાનક રૂપ પાંચમું એમ પાંચ જીવસમાસે હોય છે. કેટલાક તિર્યંચને અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષપશમથી દેશવિરતિનો પણ સંભવ છે. પ્રમત્ત વગેરે ગુણસ્થાનકો પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયને સદ્ભાવ હોવાથી તિર્થમાં સર્વવિરતિને અભાવ છે.
મનુષ્યગતિમાં ચૌદ ગુણસ્થાનક રૂપ સર્વ જીવસમાસે પ્રાપ્ત થાય છે, કારણકે તેઓને મેહનીય વગેરે કર્મનો ઉદય, ક્ષયે પશમ વગેરેને સંભવ હોવાથી, આ સામાન્યથી વિચાર કર્યો. વિશેષ વિચારણામાં કંઈક દિશાસૂચન રૂપ કહે છે. જેમાં લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અને તિર્યો છે તે બધાયે મિથ્યાદષ્ટિ જ છે. સંકિલષ્ટ પણાના કારણે બાકીના ગુણસ્થાનકેન તેઓને અસંભવ છે, એ પ્રમાણે કર્મભૂમિ, અકર્મભૂમિ વગેરે વિશેષ ભેદોમાં જે કંઈક વિશેષતા હોય તે સ્વયં જાણું લેવી. (૨૨) ગતિદ્વાર પૂર્ણ થયું.