________________
૨ટે
જીવસમાસ ,
सोहम्मीसाण सणंकुमार माहिंद बंभलंतयथा।
सुकसहसाराणय पाणयय तह आरणच्चुयया ॥२०॥ ગાથાર્થી--સૌધર્મ, ઇશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલાંતક, શુક્ર, સહસ્ત્રાર, આનત,
પ્રાણત, આરણ અને અમ્રુત્ત એમ ૧૨ દેવલેક છે. ટીકાર્ય–ગાથાર્થ પ્રમાણે (૨૦)
કપાતીત બૈમાનિક દેવના ભેદો કહે છે. हेटिठम मज्झिम उवरिम गेविज्जा तिण्णि तिण्णि तिण्णेवं ।
सव्वट्ठ विजय विजयंत जयंत अपराजिया अवरे ॥२१॥ ગાથાર્થ-અધસ્થાનીય વણ, મધ્યસ્થાનીય ત્રણ અને ઉર્ધ્વ સ્થાનીય ત્રણ એમ નવ
પ્રકારે રૈવેયક દેવો છે. સર્વાર્થસિધ, વિજય, વૈજયંત, જયંત, અપરાજિત એમ
અપર એટલે અનુત્તર વિમાન વાસીના ભેદો છે. (૨૧) ટીકાર્થ –શૈવેયક દેવલોકમાં નવ પ્રતિરો છે તેમાં નીચેના ત્રણ પ્રતો અધસ્થાનીય ત્રણયક કહેવાય છે. વચ્ચેના ત્રણ પ્રતરે મધ્યસ્થાનીય ગણવેયક, ઉપરના ત્રણ ગ્રંયકે ઉર્વ સ્થાનીય સૈવેયક કહેવાય છે. આ ત્રણ ત્રણના ત્રણ પ્રતર ત્રીકે, ત્રીકે સંજ્ઞા પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે રૈવેયક ની નવ પ્રકારની સિદ્ધિ થઈ. તેમાં અધસ્તન પ્રતર ત્રીકમાં જે સહથી નીચેના પ્રતરમાં જે વૈમાનિકે છે તે અધસ્તન અસ્તન વેયક કહેવાય છે. વચ્ચેના પ્રતરમાં જે વિમાને છે તે અધસ્તન મધ્યમ ગ્રેવેયક કહેવાય છે તેમાં ઉપરના પ્રતરમાં જે વિમાને છે તે અધસ્તન ઉપરિતન દૈવેયક કહેવાય છે. '
મધ્યમ ત્રીકમાં સહુથી નીચેના પ્રતરમાં જે વિમાને છે. તે મધ્યમ અધસ્તન રૈવેયક કહેવાય છે. વચ્ચે જે વિમાને છે તે મધ્યમ મધ્યમ વેયક કહેવાય છે. જે ઉપર વિમાને છે તે મધ્યમ ઉપરિતન વેયક કહેવાય છે. ઉપરિતન પ્રતરત્રીકમાં નીચેના પ્રતરમાં જે વિમાને છે તે ઉપરિતન અધસ્તન વેયક કહેવાય છે, વચ્ચેના વિમાને ઉપરિતન મધ્યમ શૈવેયક કહેવાય છે. અને ઉપરના વિમાને ઉપરિતન ઉપરિકન સૈવેયક કહેવાય છે. સર્વાર્થસિદ્ધ, વિજય વૈજયંત, જયંત અને અપરાજિત એમ પાંચ પ્રકારે અનુત્તર વિમાને છે. (૨૧)
નારક વગેરે ચાર ગતિઓ આ પ્રમાણે બતાવી. હવે જે પૂર્વમાં કહ્યું હતું કે તિ વગેરે માર્ગણાઓમાં જીવસમાસ જાણવા”, એ વાતને અનુસરીને ગુણસ્થાનક લક્ષણ જીવસમાસેને ચારે ગતિમાં વિચાર કરતા કહે છે.