________________
ચાર ગતિનું સ્વરુપ
૧૮ ટીકાર્થઃ તિર્યંચગતિમાં ઉત્પન્ન થયેલ છે તિર્યંચગતિના કહેવાય છે. તે તિર્યંચગતિમાં માછલી, પાડા, મોર વગેરે પંચેન્દ્રિય તથા ગાથામાં કહેલા જ શબ્દથી એકેદ્રિય, બેઈ દ્રિય, તેઈદ્રિય અને ચરિંદ્રિયને પણ તિર્યંચગતિમાં જ સમાવેશ કરે. આ બધા કેવા પ્રકારના લેવા? પર્યાપ્તા જ લેવા. ફક્ત પર્યાપ્તા તિય અને તિર્યચિણુએ જ તિર્યંચગતિમાં હોય છે એમ નથી. પ્ર. ? શું એકેન્દ્રિય વગેરે પર્યાપ્તાએ જ તિર્યંચગતિકે કહેવાય છે? જ : ના, અપર્યાપ્તાતિય પણ તિર્યંચગતિકે કહેવાય છે. આનાથી આ પ્રમાણે ફલિત
થયું કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પચેંદ્રિય પર્યાપ્તા તેમજ અપર્યાપ્તા તિર્યંચગતિકે કહેવાય છે. મનુષ્ય પર્યાપ્તા તથા અપર્યાપ્તા મનુષ્યગતિમાં ગણાય છે. મનુષ્યને જ ક્ષેત્રાદિ ભેદથી વિચાર કરતા કહે છે. ते कम्मभोगभूमिय अंतरदीवाय खित्तपविभत्ता ।
समुच्छिमा य गब्भय आरिमिलक्खुत्ति य सभेया ॥१५॥ ગાથાર્થ ઃ તે મનુષ્યો કર્મભૂમિ, ભેગ-ભૂમિ, અંતરદ્વીપરૂપક્ષેત્રના વિભાગથી તેમજ
સમુચ્છિમ અને ગર્ભજ તથા આર્ય અને પ્લેચ્છ વગેરે ભેદોવાળા છે. (૧૫) ટીકાર્થ આગળની ગાથામાં કહેલા પર્યાપ્તા તેમજ અપર્યાપ્ત મનુના નિવાસસ્થાનરૂપ ક્ષેત્રના ભેદે વડે વિચારતા ત્રણ પ્રકારના થાય છે. તે ત્રણ પ્રકારના ક્ષેત્રે આ પ્રમાણે છે.
જ્યાં આગળ ખેતી, વેપાર, તપસંયમ, અનુષ્ઠાન વગેરે કર્મપ્રધાન ભૂમિ તે કર્મભૂમિ છે. તે કર્મભૂમિ પાંચ ભરત, પાંચ રવત, પાંચ મહાવિદેડ મળી પંદર પ્રકારે થાય છે. તેમાં ઉત્પન્ન થનારા કર્મભૂમિ જે કહેવાય છે.
જે ભેગવાય તે ભેગે. ખેતી વગેરે કર્મોથી રહિત, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એમ પાંચ પ્રકારના વિશિષ્ટ પ્રકારના યુગલિકેના ભેગ જે ભૂમિમાં ભેગવાય તે ભેગભૂમિ. તે ભેગભૂમિ પાંચ હૈમવંત, પાંચ હરિવર્ષ, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ રમ્યક્ અને પાંચ હૈરણ્યવંત એમ ત્રીસ ભેગભૂમિ છે. તે ભેગભૂમિમાં ઉત્પન્ન થયેલ ભેગભૂમિજ કહેવાય
અંતરદ્રિપ :- લવણસમુદ્રમાં રહેલ દ્વિપ તે અંતરદ્વીપ કહેવાય છે. તે એકેક વગેરે છપ્પન પ્રકારે છે, તે અંતરદ્વપમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય પણ ઉપચારથી અંતરદ્વીપ કહેવાય છે. = શબ્દ સમુચ્ચય અર્થમાં છે. પ્ર. - આ દ્વીપ કયા પ્રદેશમાં છે? તથા એનું સ્વરૂપ શું છે? ઉ. :- આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રની પાસે આવેલ હિમવંત પર્વત અને